રાજકોટ કોર્ટ અને હાઈકોર્ટમાં બોંબની ધમકીથી પોલીસ ધંધે લાગી
બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપ તો ઈ-મેલ મળતા બોમ્બ સ્કોડ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં તપાસ કરાઈ પણ કાંઈ મળ્યું નહીં, ઈ-મેલ મોકલનારને શોધવા સાયબર ક્રાઈમની મદદ લેવાશે
રાજકોટ અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઇ હતી.અમદાવાદ સોલા ખાતે આવેલી હાઈકોર્ટ અને રાજકોટ જિલ્લા અદાલતના રજિસ્ટ્રારને આ અંગે એક ઈમેલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે.બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમે સમગ્ર કોર્ટ બિલ્ડીંગના ખૂણે ખૂણે ચેકીંગ કર્યું હતું.ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ કોર્ટ રૂૂમ્સમાં અને પરિસરના દરેક ખૂણે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ઇમેલ દ્વારા મળી હતી. તે જ વ્યક્તિ દ્વારા જે ઇમેલ રાજકોટ કોર્ટને ફોરવર્ડ કરવામાં આવ્યો છે જે મેલ રાજકોટ કોર્ટને મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ ધમકી ભર્યા ઈમેલ મળતા કોર્ટોએ રાબેતા મુજબ કામગીરી ચાલુ રાખી હતી અને વકીલો પણ કોર્ટમાં હાજર થઈને દલીલો કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ને મળેલ ઈમેલ રાજકોટ કોર્ટને પણ મળતા શહેર પોલીસ કંટ્રોલરૂૂમને જાણ કરતા બોમ્બ સકોડ એસઓજી અને સ્થાનિક પોલીસ મથકના કાફલો નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે દોડી ગયા હતા અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે કેટલાક વકીલોએ મોકલ હોવાનું પણ કહ્યું હતું પરંતુ કોર્ટના આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ હાઇકોર્ટને છે ઇ-મેલ મળ્યો છે તે ઇમેલ રાજકોટ કોર્ટને પણ મળ્યાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ આજે ખુલતી કોર્ટે આવતા તમામ લોકો અને વકીલોની કારને રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળીયાનો ઈમેલ મળ્યાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.પોલીસ વર્તુળો એ વકીલોને મોકડ્રીલ હોવાનું જણાવતા આ બંને બાબતોએ વિરોધાભાસ સર્જાયો હતો.
જોકે ઈમેલ મળ્યા ને કોર્ટના સૂત્રોએ અનુમોદન આપ્યું હતું જેના પગલે રાજકોટ ની નવી કોર્ટ બિલ્ડીંગ ના તમામ માળે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોર્ટો રાબેતા મુજબ ચાલુ રહી હતી અને વકીલોએ પણ કોર્ટમાં હાજર રહી દલીલો કરી હતી કોર્ટના સ્ટાફ પણ રાબેતા મુજબ કાર્યરત રહ્યો હતો. આ ધમકીભર્યો ઈમેલ કોણે મોકલ્યો તે જાણવા માટે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ સપોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂૂ કરી દેવામાં આવી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમની ટીમે એક યુવતીની ધરપકડ ગઈકાલે કરી હોય જેણે 20 થી વધુ જગ્યાએ બોમ્બની ધમકી આપતાં ઈ-મેઈલ કર્યા હતાં. અમદાવાદ પ્લેન ક્રેશથી લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ઈ-મેલ દ્વારા ધમકી આપનાર આ યુવતીએ શિડયુલ મેલ કર્યો હોવાની શંકાએ તપાસ કરવામાં આવી હતી જો કે આ મામલે તપાસમાં પકડાયેલી યુવતીએ શિડયુલ મેલ કર્યો નથી.
પરંતુ ડાર્ક વેબ કોમ્યુનિટી અને કેટલાક ભળતા ગ્રુપમાં આ મેલ થયો હોય અને તે સર્કીટથી આ મેલ આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમના પીઆઈ ભુંકણે જણાવ્યું હતું કે આ ધમકી ભર્યા ઈ-મેલ બાબતે યુવતીનું કોઈ કનેકશન નથી. પરંતુ તેના ગ્રુપમાં અથવા તેના પરિચિત દ્વારા કોઈ ઈ-મેલ કરવામાં આવ્યો છે કે નહીં તે બાબતની પુછપરછ થશે. જીનીવા સ્કૂલમાં થયેલા ઈ-મેલ અને હાઈકોર્ટમાં આવેલા ઈ-મેલમાં આ યુવતીનું નામ ઉપયોગ કરવામાં આવ્યું છે. જેતી આ યુવતીના સંપર્કમાં આવેલો કોઈ વ્યક્તિ અથવા કનેકશનમાં હરોય તેવો વ્યક્તિએ આ ઈ-મેલ કર્યો હોય તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે આ ઈ-મેલનું પણ દક્ષિણ ભારતનું કનેકશન હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાની રિફાઈનરી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સતત બીજા દિવસે વડોદરામાં આવેલ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમ રિફાઇનરી ગુજરાત બોર્ડની શાળાએ પહોંચી ગઈ છે. આચાર્યને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ફૂટશે. ગઈકાલે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં બોમ્બ (Bomb threat))ં હોવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી હતી. વિદ્યાર્થીઓને શાળાની બહાર સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્કવોડની ટીમ અને પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતી.