ચંદ્રેશને પકડવામાં પોલીસ નિષ્ફળ, હાર્દિકને સમાજે ઝડપી લીધો
સમૂહલગ્નના નામે 28 જાન રઝળાવનાર ટોળકીના એક સાગરીતને પકડી પોલીસને સોંપ્યો: અઢી કરોડનું ફુલેકું ફેરવ્યાનો સમાજનો આક્ષેપ
પકડાયેલા ચોથા આરોપીએ કહ્યું નામ મોટું થાય એટલે અમે આયોજનમાં જોડાયા હતા!
રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂૂપિયા ઉઘારવ્યા હતા.સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા.લગ્નની ખુશીના પ્રસંગમાં ગમગીન દૃશ્યો સર્જાયા હતા.ક્ધયાની આંખોમાં આંસુ છલકાતા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. જોકે, પરિવારો જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા રાજકોટ પોલીસ મદદે આગળ આવી હતી.તેમણે ગોર મહારાજ બોલાવીને લગ્નવિધિ સંપન્ન કરાવતા વર અને વધુના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં શાપર-વેરાવળમાં આવેલા શાંતિધામ સોસાયટીમાં રહેતા કાનજીભાઇ દેવશીભાઇ ટાટમીયા (ઉ.વ.54)ની ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે છેતરપીંડી અને કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધી આયોજકોમાં સામેલ દિપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠ્ઠલાપરાની ધરપકડ કરી હતી. મોડી રાત્રે ચોથા આયોજક દિલીપ ગિરધરલાલ વરસડા (ઉ.વ.45, રહે. રેલનગર)ને પણ પોલીસે ઝડપી લીધો હતો. જયારે મુખ્યસુત્રધાર ચંદ્રેશ જગદીશ છાત્રોલા અને હાર્દિક શિંશગીયા ની શોધખોળ શરૂ કરી હતીે. તેમજ આરોપીઓએ 28 યુગલો પાસેથી લગ્નના નામે 8.40 લાખ ઉઘરાવ્યા હતા.
આ ઘટનામાં ઋષિવંશી ગ્રૂપના લોકોએ હાર્દિક શિશાગીયાને ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. તેમજ તેમણે આ રૂપિયા કર્યા ખર્ચ કયા તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ગ્રૂપના લોકોએ આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે, સમૂહલગ્નના નામે ચંદ્રેશ અને હાિેર્દક મળી અઢી કરોડનુ ફુલેકુ ફેરવ્યુ છે.
પકડાયેલા ચારેય આરોપીઓને પીએસઆઈ ડી.પી. ગોહેલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યા છે. પૂછપરછમાં ચારેય આયોજકોએ પોતે માત્ર પોતાનું નામ સમાજમાં થાય તે માટે આ કાર્યમાં જોડાયાનું રટણ કરી રહ્યા છે.તેમણે પોલીસને એમ પણ કહ્યું કે તેઓ સમૂહ લગ્નની આગલી રાતથી લઇ વહેલી સવાર સુધી વ્યવસ્થામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં પરોઢિયા સુધી મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રાલાના સંપર્કમાં હતાં.બાદમાં તેનો મોબાઇલ ફોન અચાનક સ્વીચ ઓફ થઇ ગયો હતો. જેને કારણે તેઓ પણ મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. સવાર સુધી આયોજન રદ થયાની જાણ ન હતી.
આ સ્થિતિમાં ચારેય આયોજકો ખરેખર સાચુ બોલી રહ્યા છે કે કેમ તેનો મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રાલા ઝડપાયા પછી જ મોટા ખુલાસા થશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઝડપાયેલા ચારેય આયોજકોને કોઇ આર્થિક લાભ થયો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ તપાસમાં જાણાવા મળ્યુ છે કે, મુખ્ય આરોપી ચંદ્રેશે તેમના વોટસએપ સ્ટેટ પર હોસ્પિટલમાં દાખલ થયો હોવાનુ સ્ટેટસ મુકયુ હતુ. જે વાત પોલીસને ગળે ઉતરતી નથી. તેમજ તેમનો મોબાઇલ રાજકોટમાં સ્વીચઓફ થયો હોય આરોપીને પકડવા પોલીસે તેમના રહેણાક સ્થળે અને તેમના સંગા સંબધીને ત્યા તપાસ કરી હતી. પરંતુ કાય મળી આવ્યો ન હતો. તેમજ આરોપી ચંદ્રેશ ભાજપનો કાર્યકર હોવાનુ પણ હાલ સામે આવી રહ્યુ છે.
પૂર્વ સાંસદ ધડૂક પાસેથી 28 મીક્સચર લઇ લીધા
સમૂહ લગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ ઘણાં સમય પહેલાં કથાકાર મોરારી બાપુ અને પૂર્વ સાંસદ રમેશ ધડૂક પાસેથી દાન લીધું હતું. ત્રણથી ચાર વર્ષ પહેલાં મોરારી બાપુ પાસેથી દોઢ લાખનો ફાળો લીધો હતો.આ સિવાય પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ રોકડનું પણ દાન મેળવ્યું હતું.તેમજ 28 જેટલા મીક્ષર યુગલોને કરિયાવર આપવા માટે લીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ પેહલાં પણ આયોજકે વિદેશ ટૂરના નામે અનેક કલાકારો પાસેથી પૈસા ખંખેર્યા હતાં. આ સીવાય દોઢ વર્ષ પહેલા ચંદ્રેશે પૈસા ઉઘરાવ્યા બાદ સમૂહલગ્નમાં અમૂક કરીયાવર આપ્યો નહતો તેવી ચર્ચાય રહ્યુ છે.
સૂત્રધાર કોર્ટમેરેજ કરેલા યુગલને સમૂહલગ્નમાં ફોર્મ ભરાવતો !
સમૂહલગ્નના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવી ફરાર થયેલા સુત્રધાર ચંદ્રેશ હજુ પોલીસ પકડથી દુર છે. ત્યારે પોલીસમાંથી જાણવા મળ્યુ છે કે, સમૂહલગ્નના આયોજનમાં ચંદ્રેશ મોટા ભાગે કોર્ટમેરેજ કરેલા યુગલોને શોધી તેમના લગ્ન કરાવવાનું વચન આપી પૈસા પડાવતો હતો તેમજ આ 28 યુગલોમાંથી મોટાભાગે કોર્ટમેરજ કરેલા યુગલો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.