ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વ્યાજના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસ કટિબધ્ધ: પોરબંદર એસ.પી.

11:59 AM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે ફરિયાદ સાંભળવા લોકદરબાર યોજાયો

Advertisement

પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને ગઈ તા. 21/07/ 2025 ના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે વ્યાજખોરોને સામે આગળ આવી ફરિયાદ સાંભળવા પોલીસ દ્વારા ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકદરબાર માં ઉપસ્થિત સૌને શબ્દોથી પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના જે.જે.ચૌધરી નાઓએ આવકારી જણાવેલ કે પોરબંદર સહિત રાજ્યમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસયેલા લોકોની મદદ કરવા સરકાર તત્પર છે ત્યારે પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે કડક પગલાં ભરવા અને વ્યાજખોરોની કોઈ ફરિયાદ હોય તો તેને સાંભળવા તેમજ તગડા વ્યાજ ચક્રમાં ન ફસાય તે માટે ઓછા વ્યાજના દરે સરકારી સબસીડી યુક્ત લોન ની માહિતી અને જાગૃતિ માટે પોરબંદર પોલીસ દ્વારા આ લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે.

લોકદરબારમાં એસ.બી.આઈ બેંક દ્વારા 10 જેટલા જરૂૂરિયાત મંદ કસ્ટમરોને આપવામાં આવેલ રૂૂ.19 લાખ લોન મજૂરી પ્રમાણ પત્રો પોલીસ અધીક્ષક ભગીરથ સિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક સાહિયા વી.નાઓ,ગ્રામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી કે.સુતરીયા, બેંક અધિકારીઓ સુમિતજી તેમજ ચંદન કુમાર ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં.

જ્યારે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓએ વ્યાજખોરો અંગેના દુષણને તથા વ્યાજખોરો વિરૂૂધ્ધની રાજય સરકાર તેમજ પોરબંદર જીલ્લા પોલીસ ની ઝૂબેશ અન્વયે સરકાર દ્વારા નિયત કરેલા નાણા ધીરધાર કરતા અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણા આપનાર ઈસમો, સરકાર દ્વારા નિયત કરેલા ધારાધોરણ કરતા વધું કે ઊંચા વ્યાજે રૂૂપિયા આપનાર ઈસમો, વ્યાજે આપેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ઈસમો કે કોઈ ગુંડા,આવારા તત્વો કે ધાક ધમકી આપતાં માથાભારે ઈસમો યા વ્યાજે આપેલા રૂૂપિયા ના બદલામાં જંગમ સ્થાવર મિલ્કત પચાવી પાડનાર કે મિલ્કત પચાવી પાડવાના પ્રયાસો કરનાર ઈસમો વિરૂૂધ્ધ રજૂઆત કે ફરિયાદો કોઈ પણ જાતના ડર વગર નિર્ભય રીતે રજુ કરવા લોક દરબારમા ઉપસ્થિત લોકો ને અનુરોધ કર્યો હતો.

લોકદરબારમાં પોરબંદર શહેર વિભાગના મદદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય વિભાગ ના સી. કે.સુતરીયા,કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે. જે. ચૌધરી, બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.બારા, નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ. ગામેતી,રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એન.એન.તળાવીયા,પી.એસ.આઈ. હુંબલ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ, અધિકારી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારનું સફળ સંચાલન કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર.સી . કાનમીયાએ કર્યું હતું.

Tags :
gujaratgujarat newsPorbandarPorbandar newsPorbandar SP
Advertisement
Next Article
Advertisement