રાજકોટમાં 6 પીઆઇની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનર
05:26 PM May 28, 2025 IST | Bhumika
પોલીસ વિભાગમાં બદલી-બઢતીનો દોર યથાવત હોય તેમ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા છ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 6 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
જેમાં એ ડીવીઝન પોલીસ મથકના આર.જી.બારોટની ટ્રાફીક શાખામાં, મહિલા પોલીસ મથકના બી.ટી. અકબરીની લીવ રીઝર્વમાં, ટ્રાફીક શાખાના એસ.એન.રાઠોડની મહિલા પોલીસ મથકમાં, પ્ર.નગરના પી.આર. ડોબરીયાની ડીસીબી, લીવ રીઝર્વના કે.પી.તરેટીયાની રીડર શાખામાં અને સાયબર ક્રાઈમના આર.જી.પઢિયારની લીવ રીઝર્વમાં બદલી કરાઈ છે.
Advertisement
Advertisement