ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસે 50 હજારથી વધુ નો દંડ વસૂલ્યો

12:21 PM Feb 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવનુંજૂનાગઢ પોલીસ દ્વારાઆયોજન કરવામાં આવેલ આ ડ્રાઇવ દરમિયાન 1251, વાહન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 165,ઇસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરવામા આવી છે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં તથા ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.18, ફેબ્રુઆરી 2024 ના રોજ સઘન વાહન ચેકીંગ કરી સ્પે.ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધાર્મિક, દરિયાઈ કે જંગલ વિસ્તારના સ્થળો તથા જિલ્લાના અન્ય ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા,કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ દ્વારા અલગ અલગ પોલીસ અધિકારી,કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ,અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી સઘન વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચીકીનગની ડ્રાઇવની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરના તથા આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકો વિરૂૂધ્ધ 84 કેસો નોંધી 26,600 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો,કાળા કાચવાળા વાહનો વિરૂૂધ્ધ કુલ 55 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 24,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એમ.વી.એક્ટ 185 મુજબ નશો કરી વાહન ચલાવનાર વિરૂૂધ્ધ 04, કેસ નોંધવામાં આવ્યા હતા પોતાના વાહનમાં હથિયાર રાખી જાહેરનામા ભંગ કરનાર આવા કુલ 06, કેસ નોંધવામાં આવ્યા હતા, ટ્રાફીકને અવરોધ કરતા તેમજ પુર ઝડપે વાહન હાંકનાર વિરૂૂધ્ધ કુલ 16, કેસો કરવામાં આવ્યા હતા આમ વાહન ચેકીંગ ડ્રાઇવદરમિયાન પોલીસ દ્વારા 1251 વાહન ચેક કરવામાં આવેલ જેમાં જિલ્લા પોલીસ દ્વારા કુલ 165 ઇસમો વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ તેમજ આ ડ્રાઈવ દરમ્યાન કુલ 51,100 દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Advertisement