કષ્ટભંજન હનુમાનજીના દર્શને પોલીસવડા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના પોલીસ વડા:ડિજીપી વિકાસ સહાય પરિવાર સાથે દર્શને પધાર્યા, કોઠારી સ્વામીએ રક્ષા પોટલી અને તલવાર ભેટ આપી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમના પરિવાર સાથે દર્શને પધાર્યા હતા. તેઓ સાંજના સમયે મંદિરે પહોંચ્યા હતા ત્યારે બોટાદ એસ પી બળોલીયા, ડિવાયએસપી રાવલ, દેસાઈ, અને સૈયદે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
ડિજીપી વિકાસ સહાયે તેમના પરિવાર સાથે હનુમાનજી દાદાની પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં રાજાપૌચાર પૂજા દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે 30 મિનિટ સુધી બેસી દાદાની ભક્તિમાં તલ્લીન થયા હતા.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી અને સંતોએ ડિજીપીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમને રક્ષા પોટલી બાંધીને શક્તિ સ્વરૂૂપે તલવાર અને દાદાની મૂર્તિ ભેટ આપી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ પણ હનુમાનજી દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ આ માહિતી આપી હતી.