ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એકશન મોડમાં, જિલ્લાભરમાં સઘન ચેકીંગ

01:28 PM Aug 28, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ જીલ્લાનાં નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થીતીનો તાગ મેળવવા જાતે મેદાને આવ્યા હતા . છેલ્લા બે દિવસ દરમ્યાન જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે તમામ ર3 પોલીસ સ્ટેશનનાં પીઆઇને સુચના આપી જીલ્લામા બેફામ દોડતી કાળા કાચવાળી કાર સામે કાર્યવાહી કરવા આદેશ આપતા જીલ્લાનાં ર3 પોલીસ સ્ટેશનનાં પીઆઇ સહીતનાં સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી ચેકીંગ કરી બે દીવસમા ર00 થી વધુ કાળા કાચવાળા કાર ચાલકો સામે કાર્યવાહી કરી છે. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર મેદાને આવતા ગુનેગારોમા ફફડાટ ફેલાઇ ગયો છે.

Advertisement

રાજકોટનાં 3પ મા જીલ્લા પોલીસ વડા તરીકે આઇપીએસ વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યાની સાથે જ જીલ્લાનાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી બાબતે અધીકારીઓ સાથે બેઠક યોજી હતી જીલ્લામા હાઇવે પર તેમજ રસ્તાઓ પર કાળા કાચવાળી કાર વધુ દોડતી હોવાનુ એસપી વિજયસિંહ ગુર્જરનાં ધ્યાને આવતા તેમણે તાત્કાલીક આ બાબતે એકશન લેવા સુચના આપી હતી જેનાં કારણે રાજકોટ જીલ્લા પોલીસ એકશન મોડમા આવી ગઇ હતી રાજકોટ જીલ્લાને જોડતા હાઇવે ખાસ કરીને ગોંડલ , જેતપુર, ધોરાજી, ઉપલેટા સહીતનાં રાજમાર્ગો પર ચેકીંગ કરવામા આવ્યુ હતુ. અને ચેકીંગ દરમ્યાન કારમા લગાવેલી બ્લેક ફિલ્મ દુર કરી દંડ ફટકારવામા આવ્યો હતો.

આ મામલે જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગુજરાત મિરર સાથેની વાતચીતમા જણાવ્યુ કે રાજકોટ જીલ્લામા કાળા કાચવાળી કાર બે રોકટોક દોડતી હોવાનુ ધ્યાને આવતા સ્ટાફને આ બાબતે વાહન ચેકીંગ કરી કાળા કાચ દુર કરવાની સુચના આપવામા આવી હતી . સાથે વાહન ચાલકો સાથે કોઇ ઘર્ષણ નહી કરી કાયદાનો અમલ થાય તે રીતે કાર્યવાહી કરવા સુચના આપી હતી અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવા કડક અને શિસ્તનાં આગ્રહી એવા આઇપીએસ વિજયસિંહ ગુર્જરને પોસ્ટીંગ અપાયુ છે ત્યારે એસપી વિજયસિંહ ગુર્જર જાતે મેદાને આવ્યા હતા. અને સ્ટાફ સાથે ગોંડલ હાઇવે પર તેમનાં નીરીક્ષણ હેઠળ ચેકીંગ કામગીરી કરાવી હતી.

Tags :
gujaratgujarat newsPolice Chief Vijaysinh Gurjarrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement