For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગ

11:25 AM Jul 10, 2025 IST | Bhumika
ગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગ

નશાકારક શીરપ અને પ્રિસ્ક્રિીપ્શન વિનાની દવાનું વેચાણ કરતા વેપારીઓ ઉપર પોલીસની તવાઈ, અનેક સામે ગુના નોંધાયા

Advertisement

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી મેગા ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સીધી સૂચનાથી શરૂૂ કરાયેલા આ અભિયાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ સંકલનમાં રહીને DYSP/DCPના સુપરવિઝન હેઠળ મેડિકલ સ્ટોર્સ તેમજ શાળા તેમજ આસપાસની દુકાનોમાં ચેકીંગ કર્યું હતું. રાજ્યના 1500થી વધુ સ્થળે ચેકીંગ દરમ્યાન કેટલીક દુકાનોમાંથી શીરપ સહિતની વસ્તુ મળી આવતાં ગુનો નોંધાયા હતાં.

આ ચેકિંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે. આ ઉપરાંત, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણ પર પણ લગામ કસવાનો છે. ખાસ કરીને શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલા મેડિકલ સ્ટોર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, કારણ કે આવા વિસ્તારોમાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

Advertisement

આ મેગા ચેકિંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઇનચાર્જ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ , સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ ચાલી રહ્યું છે.તમામ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી ચેકિંગ કરી કર્યુ હતું.

જે દવા ક્ધટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે, તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાંAmidopyrine, Phenacetin, Nialamide, Chloramphenicol, Phenylephrine, Furazolidone, Oxyphenbutazone તેમજ Metronidazoleજેવી દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

દરમિયાન વલસાડ જિલ્લા: 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધરાયું, જેમાં એક ગઉઙજ એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે.

સુરત શહેર: 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું. એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ અને અન્ય એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ તથા પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ જિલ્લામાં 27 સ્થળે પાટણ જિલ્લામાં 61, નવસારીમાં 184, જામનગરમાં 66, ભરૂૂચ જિલ્લામાં 258, આહવા ડાંગમાં 23, દાહોદ જિલ્લામાં 129, પંચમહાલ જિલ્લામાં 112, ગાંધીનગર જિલ્લામાં 317 મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કર્યુ. આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે હાથ ધરવામાં આવ્યું છે. અને મોડી રાત સુધી આ કામગીરી કરી હતી. જે નશાના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવાના પોલીસના સંકલ્પને દર્શાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement