નવરાત્રી ર્પવમાં પોલીસનું ચેકિંગ: 10 પીધેલા ઝડપાયા
સ્થાનિક પોલીસ દ્વારા રાસ-ગરબાની આજુબાજુના વિસ્તારોમાં મોડીરાત સુધી ચેકિંગ આદર્યું
નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા આ વખતે કડક ચેકીંગ શરૂૂ કરવામાં આવી રહ્યું છે.નવરાત્રી દરમિયાન છાકટા બનીને નીકળતા લુખ્ખા તત્વોને સીધા દૌર કરવા પોલીસની અલગ અલગ ટીમો સાંજથી જ શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગ માટે તૈનાત થઈ રહી છે.તેઓ મોડી રાત સુધી વાહન ચેકીંગ કરી રહી છે.ગઈકાલે શહેરના અલગ અલગ સ્થાનિક પોલીસનું મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.પોલીસે કુલ 10 શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા છે.શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફીક પોલીસે ખાસ ડ્રાઈવ રાખી હતી જેમાં ઓવરસ્પીડ તેમજ દારૂૂ પીને વાહન ચલાવતાં વાહન ચાલકો અને કાળા કાચ વાળી ફિલ્મ લગાડેલી કાર સામે ઝુંબેશમાં ચલાવવામાં આવી છે.તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઓવરસ્પીડમાં વાહન ચલાવતાં વાહનોને પકડવા માટે પોલીસે ખાસ ઈન્ટરસેપ્ટરથી ચેકીંગ કર્યું હતું.તેમજ દારૂૂ પીને વાહન ચલાવતાં વાહન ચાલકોને પકડવા બ્રેથ એનેલાઈઝર સહિતના સાધનોનો ઉપયોગ કરાયો હતો.
નવરાત્રિ દરમિયાન ગરબામાં દારૂૂ પીને જતાં તત્વોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગમાં ઉતરી પડી છે અને રાત્રી સમયે કાળા કાચ વાળા વાહનો તેમજ રસ્તા વચ્ચે પાર્કીંગ કરનારા વાહન ચાલકો, ફેન્સી નંબર પ્લેટ અને નંબર પ્લટે વગર વાહન ચલાવતાં વાહન ચાલકો સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી કરી હતી.
જેમાં 10 પીધેલા પકડાયા હતા. જેમાં આશિષ અનંતરાય ભટ્ટ, મનીષ જયંતીભાઈ મકવાણા, જીવરામ ભગાભાઈ સરગડા, અમરજીત રામજી સહની,કૌશલ બહાદુર બસનેટ, મહેશ દયાલસિંહ ઝરીયા,નરેન્દ્ર બળવંતસિંહ વ્યાસ,અમિત વલ્લભ ધાનાણી, વૈભવ ઉમેદ સાકરીયા,રામજી પ્રેમજી સોઢા અને મોહનસિગ ભદ્રસિંગ ભુધાને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
મોચીનગરના મકાનમાંથી દારૂની મહેફિલ ઝડપાઇ
શીતલ પાર્ક મેઇન રોડ આરસી કે પાર્ક પાસે મોચી નગર પ્લોટ નંબર 40 કિસ્મત પાનવાળી શેરીમાં આવેલા મકાનમાં દારૂૂની મહેફિલ ઝામી હોવાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ ગોહિલ અને પ્રદીપભાઈ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડી પીધેલી હાલતમાં અત્તરસિંહ છવિરામ યાદવ,ધીરેનપરી અશોકપરી ગોસ્વામી,અમિત અશોકભાઈ ચૌહાણ,સુનિલ જયસુખ ત્રિવેદીને ઝડપી લીધા હતા.