For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવરાત્રી પૂર્વે પોલીસનું ચેકિંગ, 1 કલાકમાં 58 નિયમભંગ કરતા પકડાયા

04:39 PM Oct 03, 2024 IST | Bhumika
નવરાત્રી પૂર્વે પોલીસનું ચેકિંગ  1 કલાકમાં 58 નિયમભંગ કરતા પકડાયા
Advertisement

દારૂ પીધેલા અને ઓવરસ્પીડથી વાહન ચલાવનારા સામે પોલીસની કાર્યવાહી

નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા આ વખતે કડક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન છાકટા બનીને નીકળ અસ્માજીક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસની અલગ અલગ ટીમો સાંજથી જ શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગ માટે તૈનાત થઈ રહી છે. ગઈકાલે શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફીક શાખાના ડીસીપી પૂજા યાદવ અને એસીપી જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસે હાથ ધરેલા ચેકીંગ દરમિયાન ટ્રાફીક નિયમનો ભંગ કરતાં 58 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એક કલાકમાં 58 લોકો ટ્રાફીક નિયમનો ભંગ કરતાં ઝડપાયા હતાં અને તેમની પાસેથી 29500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Advertisement

શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફીક પોલીસે ખાસ ડ્રાઈવ રાખી હતી જેમાં ઓવરસ્પીડ તેમજ દારૂ પીને વાહન ચલાવતાં વાહન ચાલકો અને કાળા કાચ વાળી ફિલ્મ લગાડેલી કાર સામે હાથ ધરેલી ઝુંબેશમાં 58 સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ઓવરસ્પીડમાં વાહન ચલાવતાં વાહનોને પકડવા માટે પોલીસે ખાસ ઈન્ટરસેપ્ટરથી ચેકીંગ કર્યુ હતું. તેમજ દારૂ પીને વાહન ચલાવતાં વાહન ચાલકોને પકડવા બ્રેથ એનેલાઈઝર સહિતના સાધનોનો ઉપયોગ કરાયો હતો. નવરાત્રિ દરમિયાન ગરબામાં દારૂ પીને જતાં તત્વોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો શહેરના રાજમાર્ગો ઉપર ચેકીંગમાં ઉતરી પડી છે અને રાત્રી સમયે કાળા કાચ વાળા વાહનો તેમજ રસ્તા વચ્ચે પાર્કીંગ કરનારા વાહન ચાલકો, ફેન્સી નંબર પ્લેટ અને નંબર પ્લટે વગર વાહન ચલાવતાં વાહન ચાલકો સામે ટ્રાફીક પોલીસે કાર્યવાહી કરી હતી.

જેમાં પોલીસે રોકડ દંડ, ઈ-ચલણ સહિતના 58 કેસ કરી 29500નો દંડ વસુલ કર્યો હતો. જેમાં બ્લેક ફીલ્મ તથા ત્રિપલ સવારી અને લાયસન્સ વગર વાહન ચલાવતાં વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતાં. શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન ચોકમાં ટ્રાફીક પોલીસની આ ડ્રાઈવમાં એક કલાકમાં 58 વાહન ચાલકો ઝડપાઈ ગયા હતાં. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ટ્રાફીક શાખાના ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી જે.બી.ગઢવી સાથે પીઆઈ એસ.એન.રાઠોડ, એસ.એસ.સૈયદ, ડી.ટી.સુમેરા, ડી.આર.પરમાર, વી.એન.બોદર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement