રામનાથ મંદિરની છત ઉપર નસેડી રીલ્સ બનાવનાર ત્રણેય ટપોરીઓનો નશો ઉતારતી પોલીસ
દોઢ મહિના પહેલાં ઉતારેલી રિલ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસની કાર્યવાહી
શહેરના રામનાથ મહાદેવ મંદિરની છત પર દારૂના નશામાં ચકચુર હોય તે રીતે ગીત પર દારૂની બોટલ સાથે નશેડી રીલ્સ બનાવતા ત્રણ શખ્સોનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ અંગે પોલીસે પણ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક વિડીયોમાં દેખાતા શખ્સોની ઓળખ મેળવી લઇ ત્રણેય ટપોરીઓની ધરપકડ કરી નશો ઉતારી નાખ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ સોશિયલ મિડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રામનાથ મહાદેવ મંદિરની છત પર ત્રણ શખ્સો દારૂ પીતા હોય તેવી રીતે હાથમાં બોટલ લઇ નશેડી ડાન્સ કરતા હતા. જેમાં એક શખ્સ હાથમાં રહેલી બોટલ ફેંકી બાટલી નીચે કાયદો ફેક દી, કિસી કે પાવ મેં ઘુસ ગઇ તો, મે ફેકી નહીં સરક ગઇ’ તેવો ડાયલોગ વિડીયોમાં સંભળાઇ રહ્યો છે.
સોશિયલ મિડિયામાં નશેડી રિલ્સ બનાવીને વાયરલ કરતા ધાર્મિક લાગણી ધુભાઇ હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ જે એકાઉન્ટમાંથી વિડીયો વાયરલ થયો હતો તેની તપાસ કરતા આઇ.એમ. મિકી નામના વ્યકિતનું એકાઉન્ટ હોય જેના આધારે પોલીસે તપાસ કરી વિડીયોમાં ભાન ભુલેલા ત્રણેય શખ્સ જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારને ઝડપી પાડી આગવી ઢબે સરભરા કરી નશો ઉતારી નાખ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેમણે દોઢ મહીના અગાઉ આ વિડીયો ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી.