વેરાવળમાંથી ચોરાઉ મોબાઇલ સાથે એકને ઝડપી લેતી પોલીસ
વેરાવળ પોલીસે ઇ એફ.આઇ.આર. ઉપરથી ગુન્હો નોંધી ટેકનીકલ સોર્સીશ તથા ચોકકસ બાતમીના આધારે ચોરી થયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા ઘરફોડ, ચોરી, લુંટના ગુન્હાઓના આરોપીને શોધી કાઢવા સુચના આપતા ગત તા.15/07/24 ના બી.એન.એસ. કલમ-303(2) મુજબ ગુન્હોના ફરીયાદી વિધાભાઇ બાબુભાઇ વાઘેલા ઉ.વ.40 રહે.જલારામ નગર, ફુલવાડી વિસ્તારનો મોબાઇલ ફોન રૂૂા.21 હજારનો કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાયેલ હતી જે અન્વયે સીટી પેાલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા, એ.એસ.આઇ. વિપુલભાઇ રાઠોડ, લખધીરભાઇ પરમાર, વજુભાઈ ઉગાભાઇ, પો.હેડ.કોન્સ. સુનીલભાઇ માંડણભાઇ, વિશાલભાઇ પેથાભાઇ, અનિરુધ્ધસીંહ જશવંતસિંહ, ચિંતનભાઇ જગદિશભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પ્રદીપભાઇ વાલાભાઇ, પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ, નદીમભાઇ શેરમહમદભાઇ, ભુપતભાઇ નાથાભાઇ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે રમેશ બાબુભાઇ પરમાર ઉ.વ.33 રહે.મુળ તાલાળા, સજાવટ કોમ્પલેક્ષ પાછળ હાલ ઘુંસીયા નવા પ્લોટમાં વાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.