રાજ્યમાં હાઇવે અકસ્માત નિવારવા પોલીસનો એક્શન પ્લાન
આજથી હેવી વાહનો માટે લાઇન ડ્રાઇવિંગ ઝૂંબેશ, ટ્રક-ટેન્કર-બસો સહિતના વાહન ચાલકોના ડ્રાઇવિંગ ઉપર રખાશે ધ્યાન
ભાવનગર ખાતે આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યમાં હાઈવે અકસ્માત નિવારવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન મુજબ ગાડીઓ અને હેવી વાહનો માટે આજથીખાસ લેન ડ્રાઇવિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ક્રાઈમ કોન્ફરન્સમાં વિકાસ સહાયે આ જાહેરાત કરી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યભરના 19 આઈપીએસ અધિકારીઓએ ભાગ લીધો હતો.
ડીજીપી સહાયે જણાવ્યું કે, આજથી હાઇવે પર લેન ડ્રાઇવિંગ માટે વિશેષ ઝુંબેશ શરૂૂ થશે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રક, ટેન્કર, બસ અને લક્ઝરી બસોના ડ્રાઇવિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, આજે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચર્ચાઓના અંતે નક્કી કરવામાં આવ્યું હતું કે, હાઈવે ઉપર જે અકસ્માતો થાય છે, નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઇવે હોય અકસ્માતો નિવારવા માટે કાલથી ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. જેમાં હાઇવે ઉપર ચાલતી ગાડીઓ ખાસ કરીને હેવી વાહનો જેવા કે ટ્રક, ટેન્કરો, બસો, લક્ઝરી બસો છે તે માટે લેન ડ્રાઇવિંગ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આનો રોડ મેપ બનાવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં હેવી વિહિકલ્સ ઓન હાઇવે ઉપર એક સિસ્ટમેટિકથી લેન ડ્રાઇવિંગ ચાલુ થાય તો રોડના અકસ્માતો પર અંકુશ લાવી શકાશે.
વધુમાં જણાવ્યું કે, મહિલા સુરક્ષા માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી છે. આ સી ટીમ મહિલાઓ, બાળક અને સિનિયર સિટીઝન ત્રણેયના વિષયનું ધ્યાન રાખીને કામગીરી કરે છે. એક મહિના પહેલા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે. એ સાંત્વના કેન્દ્રમાં મહિલાઓના પ્રશ્નો, બાળકોના પ્રશ્નો તથા સિનિયર સિટીઝનના પ્રશ્નો પોલીસ તરફથી સંવેદનશીલતા દાખવીને ઉકેલવામાં આવી રહ્યા છે.રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારે 22થી વધુ પોલીસ પોઇન્ટ કાર્યરત છે. જોકે, દરિયાઈ પેટ્રોલિંગ માટે પૂરતી બોટ્સનો અભાવ છે. તાજેતરના બજેટમાં રાજ્ય સરકારે આ માટે જોગવાઈ કરી છે.
મરીન કોસ્ટ ગાર્ડ, ઇન્ડિયન નેવી અને કસ્ટમ વિભાગની મદદથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે. કોન્ફરન્સમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના ચાર ઙજઈંને ઙઈંનું પ્રમોશન આપવામાં આવ્યું. ડીજીપીએ પોલીસ જવાનોની કામગીરીની પ્રશંસા કરી અને લોકો સાથે બેહતર સંવાદ માટેના પ્રયાસોની જાણકારી આપી.
પાયલ ગોટી અંગે નિલિપ્ત રાયનો રિપોર્ટ મને મળ્યો નથી: ડીજીપી
અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ ખુબ ચર્ચાનો વિષય રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પાયલ ગોટી કેસમાં તેના અપાયેલા નિવેદન અને કોંગ્રેસના મોટાપાયે વિરોધ બાદ આ સમગ્ર મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. અને તપાસ હાથ ધરી હતી. જેને લઈને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. એ રિપોર્ટ ઉૠઙને તો સોંપી દેવામાં આવ્યો હતો. પરંત ડીજીપીએ તો નિર્લિપ્ત રાયના રિપોર્ટ મામલે નનૈયો જ ભણી દીધો.પાયલ ગોટી મામલે નિર્લિપ્ત રાયના રિપોર્ટ મામલે કહ્યું કે હજુ સુધી એ રિપોર્ટ મારા સુધી પહોંચ્યા નથી. એ રિપોર્ટ મારા પાસે આવી જશે એટલે તેના પર જરૂૂરથી કાર્યવાહી કરવામાં આવશે.