રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કવિ કમલ વોરાને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

11:13 AM Oct 19, 2024 IST | admin
Advertisement

પૂ.મોરારીબાપુની હાજરીમાં તલગાજરડામાં અભિવાદન સમારોહ યોજાયો

Advertisement

પૂજ્ય બાપુની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્થપાયેલા નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા બાપુની નિશ્રામાં આ એવોર્ડ 1999થી એનાયત થાય છે. પ્રારંભે સૌ પ્રથમ એવોર્ડ કવિ રાજેન્દ્ર શાહને અર્પણ થયો હતો. વર્ષ 2024ના પચ્ચીસમા એવોર્ડ માટે મુંબઈના પ્રસિદ્ધ કવિ કમલ વોરા પસંદગી પામ્યા છે.

કવિ નીતિનભાઇ વડગામાના સંચાલન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાકટ્ય દ્વારા સમારંભનો શુભારંભ થયો હતો.ત્યાર બાદ ભાવનગરની ૐ શિવ સંસ્થા દ્વારા આજની ઘડી તે રળિયામણીની ધૂન ઉપર લોકનૃત્યની દર્શનીય પ્રસ્તુતિ થઇ.

પછી પ્રસિદ્ધ ગાયક સુરેશ જોશીએ નરસિંહ મહેતાની પદ રચનાની પ્રસ્તુતિ કરી. સંસ્થાના ટ્રસ્ટી, કવિ દલપત પઢિયારે આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં પોતાની પદ્ય રચનાનું ગાન કર્યું.ત્યારબાદ મંચસ્થ સાહિત્યકારોનું સૂત્રમાલાથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કવિ રાજેશ પંડ્યાએ એવોર્ડ કવિ કમલ વોરાની કવિતાની રસ સૃષ્ટિનું શ્રોતાઓને રસપાન કરાવ્યું. રાજેશ પંડ્યાએ પ્રસ્તુત કરેલો પોતાના વિદ્વતાપૂર્ણ સ્વાધ્યાય શ્રવણીય બની રહ્યો. રઘવીરભાઈ ચૌધરીએ

અવોર્ડ થી વિભૂષિત થયેલા કમલભાઈએ પોતાની કાવ્ય રચનાઓનું પઠન કર્યું.એવોર્ડ સમારોહના સમાપનમાં પૂજ્ય બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું આજના સંધ્યા આરતીના ટાણે, એવોર્ડ રૂૂપી અર્ઘ્ય સ્વીકારવા બદલ કવિ કમલભાઇને અભિનંદન સાથે ધન્યવાદ આપ્યા.પૂજ્ય બાપુએ કહ્યું કે કવિતામાં શબ્દ, સ્પર્શ, રૂૂપ, રસ અને ગંધ હોય છે. કવિતામાં શબ્દ તો હોય જ. શબ્દ વિહોણી કવિતા ન હોઇ શકે. તેથી કવિતા જો કવિતા છે, તો ત્યાં બ્રહ્મ છે અને બ્રહ્મ હોય ત્યાં આકાશ હોય. શબ્દ આકાશનું છોરૂૂં છે. બાપુએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે કવિતા સ્પર્શ પણ બને છે. કમલભાઇની કવિતા બાપુને સ્પર્શી ગઇ.અંતમાં કવિ વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સૈરંધ્રી ના હિંદી અનુવાદના પુસ્તકનું વિમોચન કર્યું. એવોર્ડ સમારંભ પછી સૈરંધ્રી કાવ્યની નૃત્ય નાટીકા પ્રસ્તૂત થઈ. આર જે દેવકીએ અભિનય ના અજવાળા પાથર્યા. હતી.

Tags :
bhavnaagrnewsgujaratgujarat newsNarsingh Mehta AwardPoet Kamal Vora awarded
Advertisement
Next Article
Advertisement