PM મોદીની બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો અને હજારો કરોડ રૂૂપિયાના વિકાસ કાર્યોની લોકોને ભેટ આપી હતી.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓ બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં આવ્યા હતા. અહીં તેમણે નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.
આ અંગે બળવંતસિંહ રાજપૂતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું કે, જ્યાં આશીર્વાદ રાષ્ટ્રનાયકના શુભહસ્તે મળે, ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં; પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે અમારા આમંત્રણને સ્વીકારી, સુપુત્રના લગ્નના સત્કાર સમારંભમાં પધારીને નવદંપતીને આશીર્વચન રૂૂપે કૃતાર્થ કર્યા છે. ભારતનું ગૌરવ,ગુજરાતના સપૂત એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, પ્રધાનમંત્રીનો અપાર પ્રેમ અને અવિસ્મરણીય સ્નેહ, નવદંપતીને ભાવી જીવન માટે પ્રેરણા આપશે.