PM મોદીએ વાળીનાથ મંદિરમાં શિવલિંગની કરી પ્રાણ પ્રતિષ્ઠા, જળાભિષેક સાથે કરી પૂજા-અર્ચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારે PM મોદીએ મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે ગર્ભગૃહમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અહીં PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. જેના પગલે વડા પ્રધાન મોદીએ મહેસાણામાં રોડ શો યોજ્યો છે . ત્યાર બાદ વાળીનાથ ભગવાનની પૂજા – અર્ચના કરી છે.
ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા. જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અહિં તેઓ લોકોને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાળીનાથ મંદિરે ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ વાળીનાથ ધામ પહોંચ્યા છે. જ્યાં તેઓએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. PMના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સવારે અમદાવાદથી GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ તેઓ તરભમાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.