For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PM મોદી કાલે ગુજરાતમાં, સુરત ડાયમંડ બુર્સનું કરશે લોકાર્પણ

01:37 PM Dec 16, 2023 IST | Sejal barot
pm મોદી કાલે ગુજરાતમાં  સુરત ડાયમંડ બુર્સનું કરશે લોકાર્પણ

પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રવિવારે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પી.એમ. મોદી આવતીકાલે રવિવારે સુરતના ડાયમંડ બુર્સ તેમજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે તેમજ સુરત-દુબઈની ઈન્ટરનેશનલ ફ્લાઈટનો પણ પ્રારંભ કરાવનાર છે. વડાપ્રધાનના આગનમ પૂર્વે આઠ કિલોમિટરનો રૂટ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે અને બન્ને તરફ બામ્બુથી બેરીકેટ મારવામાં આવ્યા છે. તેમજ 10થી વધુ સ્વાગત પોઈન્ટ કરાયા હોય વડાપ્રધાન આ આઠ કિલોમીટરના રૂટ ઉપર રોડ શો યોજે તેવી પુરી શકયતા છે.
વડાપ્રધાનના આ કાર્યક્રમોમાં પગલે સુરતમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને શહેરના કેટલાક માર્ગો વન-વે જાહેર કરાયા છે. તો કેટલાક માર્ગો ઉપર વાહનોને પવેશબંધી ફરમાવવામાં આવી છે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના પ્રધાનો તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ, વિવિધક્ષેત્રના ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહેનાર છે.
સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સુરત આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે શહેર પોલીસના 3000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડ સહિત 550 જેટલા ટીઆરબી જવાનો તૈનાત રહેવાના છે. સુરત એરપોર્ટ થી લઈ ડાયમંડ બુર્સ સુધી શહેર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે. પીએમ મોદીના બંને સ્થળો પરના આયોજિત કાર્યક્રમને લઈ શહેર પોલીસ દ્વારાસ્ત્રસ્ત્રનો ડ્રોન ફ્લાય ઝોન નસ્ત્રજાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બે જેટલા રૂૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે વૈક્લિપ રૂૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂૂપથી હાજરી આપવાના છે. જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સુરત એરપોર્ટ થી તેઓ સીધા બાય રોડ ખજોદ સ્થિત ડાયમંડ બુર્સ જવા માટે રવાના થશે.જ્યાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ દેશ-વિદેશથી આવેલા લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સમગ્ર કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 3,000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડના જવાનો અને 550 ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેવાના છે. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીના કાર્યક્રમ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર. ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે.

Advertisement

અમિત શાહ પણ બે દિવસ ગુજરાતમાં, અનેક કાર્યક્રમો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે.આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણ લક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે. જે બાદ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પણ જોડાશે. બાદમાં અમદાવાદમાં ફોરમ ક્ધવેન્શન સેન્ટરમાં આયોજિત 6 એડવાન્સમેન્ટ ઇન એન્ડ યૂરોલોજી સમ્મેલનમાં હાજરી આપશે. તો આ સિવાય ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement