કાલે રાજકોટથી 48,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી
- આરોગ્ય, બંદર, પાવર, પેટ્રોલિયમ, માર્ગ અને મકાન, પાણી-પૂરવઠા, પ્રવાસન, રેલવે વગેરે વિભાગનો સમાવેશ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, ગઇંઅઈં અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે.આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજીત રૂૂ. 35,700 કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનશ્રીના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ
વડાપ્રધાન દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત ₹1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMSના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર અઇ હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી ઈંઙઉ સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં રાજકોટ એઇમ્સમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો છે.
વડાપ્રધાન કલ્યાણી, મંગલાગિરિ, ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ AIIMSનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભોપાલ ખાતેની AIIMSમાં વર્ચ્યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહુર્ત પણ કરશે. આ નવી AIIMS, ખાસ કરીને દેશના ટિયર 2 એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલોનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ₹11,392 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે.
કચ્છના પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ-1 (ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિ.) હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી (3ૠઊ છઊ) ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹11,00 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી ₹15,000 કરોડથી વધુના અંદાજિત મૂલ્યના રિન્યુએબલ એનર્જી પાર્ક, પૂલિંગ સ્ટેશન, પવન ઊર્જા અને સૌર ઊર્જા સહિતના 10 પાવર પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત કરશે. આ લોકાર્પણો અને ખાતમુહુર્ત રાજ્યના ટકાઉ ઊર્જાના પરિદ્રશ્યમાં ક્રાંતિ લાવશે.
NHAIના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન આગામી 25 ફેબ્રુઆરીના રોજ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભાવનગરમાં ₹2000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં ₹1500 કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કરશે. આ તમામ હાઇવેના બાંધકામનો કુલ ખર્ચ ₹3800 કરોડ કરતા વધારે છે. આ નવા હાઇવે માત્ર સ્થાનિક રહેવાસીઓને જ નહીં પરંતુ રાજ્યમાં અવારનવાર આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનની સરળતા પણ સુનિશ્ચિત કરશે. આ નવી પરિવહન વ્યવસ્થા આ શહેરોમાં સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.
કચ્છ ખાતે ₹9000 કરોડથી વધુના ખર્ચે નવા મુંદ્રા થી પાણીપત ક્રૂડ-ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
વડાપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન નવા મુંદ્રા થી પાણીપત ક્રૂડ ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ (નવી ખઙઙક)નું ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹9000 કરોડથી વધુ છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ₹1586 કરોડની રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ટોચની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન ₹1500 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
રાજકોટ ખાતે રૂૂ. 120 કરોડના ખર્ચે પી.ડી.યુ. રાજકોટ કેમ્પસમાં નવનિર્મિત મેટરનલ એન્ડ ચાઇલન્ડ (જનાના) હોસ્પિટલનું લોકાર્પણ થશે.આ સુવિધાઓમાં વડોદરા ખાતે નવી કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ; સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવા એપીડી અને આઇપીડી ભવન તેમજ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 66 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 6 સામુહિક આરોગ્ય કેન્દ્રોનું નિર્માણનો સમાવેશ થાય છે.આ સાથે જ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ, 100 બેડના ઈઈઇ સહિત બે સ્થળોએ ક્રિટિકલ કેર બ્લોક અને બે સ્થળોએ ઇન્ટીગ્રેટેડ પબ્લીક હેલ્થ લેબોરેટરીઝ નિર્માણકાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
RMCના રૂા.291.49 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત
વોર્ડ નં.-1માં રૈયાધાર હયાત 56 MLD STP પાસે 23 MLD ક્ષમતાનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના તથા તેના 5 (પાંચ) વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ (રૂૂ.34.75 કરોડ), વોર્ડ નં.-1માં ઘંટેશ્વર ખાતે 15 ખકઉ ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જઝઙ) બનાવવાના તથા તેના 5 (પાંચ) વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ (રૂૂ.30.85 કરોડ), મુંજકા વિસ્તારમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવા બાબત (રૂૂ.6.69 કરોડ)વોર્ડ નં 02 માં રૈયાધાર જઝઙથી બજરંગવાડી હેડવર્કસ સુધી 500 મી મી ડાયા એમ એસ 3 એલ પી ઈ પાઈપલાઈન નાખવાનું (રૂૂ.5.96 કરોડ), વોર્ડ નં -3માં માધાપર જંકશનથી દક્ષિણ પશ્ચિમ દિશામાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ (પાર્ટ 1) (રૂૂ.8.80 કરોડ), વોર્ડ નં- 3માં માધાપર જંકશનથી ઉત્તર પશ્ચિમ ભાગમાં ડ્રેનેડ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (રૂૂ.5.75 કરોડ), વોર્ડ નં- 3માં માધાપર જંકશન થી ઉત્તર પશ્ચિમ ભાગમાં ડ્રેનેડ લાઈન નાખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (રૂૂ.6.11 કરોડ), રાજકોટ મહાનગરપાલિકા વિસ્તા2નાં વોર્ડ નં.-11 (પાર્ટ) તથા 1ર (પાર્ટ)માં ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્ક અને હાઉસ કનેકશન ચેમ્બાર બનાવવાનું કામ. (રૂૂ.25.83 કરોડ), વોર્ડ નં.-1રમાં મવડી (પાર્ટ) તથા લાગુ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું કામ. (પોકેટ-1ર, 13, 14 અને 15) (રૂૂ.24.25 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-3) (રૂૂ.5.44 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-4) (રૂૂ.6.18 કરોડ), વોર્ડ નં.-1રમાં મવડી (પાર્ટ) તથા લાગુ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું કામ.(પોકેટ-6) (રૂૂ.7.49 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.નાં મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-2) (રૂૂ.4.35 કરોડ), વોર્ડ નં.-9માં રા.મ્યુ.કો.ના મુંજકા વિસ્તારમાં પ્રોવાઇડિંગ અને લેઇંગ પ્રપોઝડ એસ.પી.એસ. સીવરેજ નેટવર્ક તથા રોડ રિસ્ટોરેશન સાથેનું કામ. (ભાગ-1) (રૂૂ.3.20 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હૈયાત સીવેજ પંમ્પીંગ સ્ટેશન-મુંજકાને લાગુ કાલાવડ રોડ વિસ્તારમાં ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું (રૂૂ.10.89 કરોડ), વોર્ડ નં.4માં હરસિધ્ધિ અને રીધ્ધી સિધ્ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રૂૂ.8.20 કરોડ), વોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રૂૂ.4.59 કરોડ), વેસ્ટઝોનમાં નવા ભળેલા મોટામવા વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસ (સીવીલ, ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ અને ઇન્સ્ત્રુમેન્ટેશન સાથે) બનાવવાનુ કામ (રૂૂ.34.43 કરોડ), વેસ્ટઝોનમાં નવા ભળેલા મુંજકા વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસ (સીવીલ, ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ અને ઇન્સ્ત્રુમેન્ટેશન સાથે) બનાવવાનુ કામ (રૂૂ.26 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તા રમાં હૈયાત સીવેજ પંમ્પીંગ સ્ટેશન-મુંજકાને લાગુ 150 ફુટ રીંગ રોડ, મુંજકા પાસે, ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન (રૂૂ.14.82 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તામરમાં હૈયાત પંમ્પીંગ સ્ટેશનને લાગુ મુંજકા, મોટામવા ગામમાં ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. (પાર્ટ-9) (રૂૂ.7.06 કરોડ), વોર્ડ નં.-11માં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નવાં 150 ફુટ રીંગ રોડ તથા લાગુ વિસ્તારનાં ટી.પી. રસ્તા પર ભુગર્ભ ગટરની લાઇન નાંખવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ (રૂૂ.9.85 કરોડ), ઉપરોક્ત વિગતોના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાથી શહેરીજનોને ડ્રેનેજ નેટવર્કની કામગીરીથી ગંદકીમાંથી મુક્તિ મળશે અને સુવિધામાં વધારો થશે તેમજ પાણી પુરવઠા નેટવર્કની કામગીરીથી પૂરતા ફોર્સથી પીવાનું શુધ્ધ પાણી મળશે, લાઈનલોસ નિવારી શકાશે અને સુવિધામાં વધારો થશે.
રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 116 કિલોમીટર લાંબી સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણ વધારવાનો અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ ₹1300 કરોડ છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી કચ્છમાં રેલવે વિભાગના અન્ય 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેનો સંયુક્ત ખર્ચ ₹700 કરોડથી વધુનો છે.
અન્ય વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીચે મુજબના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે:
- ₹5000 કરોડથી વધુના મૂલ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના વિકાસકાર્યો
- ₹2200 કરોડથી વધુના મૂલ્યના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના વિકાસકાર્યો
- ₹550 કરોડથી વધુના મૂલ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના વિકાસકાર્યો
- ₹250 કરોડથી વધુના મૂલ્યના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના વિકાસકાર્યો
- ₹250 કરોડથી વધુના મૂલ્યના પાણી પુરવઠા વિભાગ હેઠળના વિકાસકાર્યો
- ₹200 કરોડથી વધુના મૂલ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના વિકાસકાર્યો
- ₹60 કરોડથી વધુના પ્રવાસન વિભાગના વિકાસકાર્યો