PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, અંજલિ રૂપાણીને મળી સાંત્વના આપી
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અકસ્માતનું ભોગ બન્યું હતું. આ વિમાન ગુરુવારે એટલે ગઈ કાલે અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે ક્રેશ થયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 241 લોકોએ જીવ ગુમાવ્યા, ફક્ત એક મુસાફર બચી ગયો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચ્યા છે. PM મોદી દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘાયલોની સ્થિતિ જાણી હતી અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેઓ અંજલી રૂપાણીને મળ્યા હતાં. પીએમની સાથે હર્ષ સંઘવી, સી.આર.પાટીલ અને રામમોહન નાયડુએ અંજલી રૂપાણીને સાંત્વના આપી.
અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની બેઠક
વિમાન દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હાજર છે. આ સમીક્ષા બેઠકમાં, પીએમ મોદી અધિકારીઓ પાસેથી વિગતવાર અહેવાલો લઈ રહ્યા છે અને આગળની કાર્યવાહી યોજના પર ચર્ચા થઈ રહી છે.