ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પીએમ ઈન્ટર્નશિપ યોજનાથી મળશે 1 કરોડ રોજગારી: માંડવિયા

05:13 PM Mar 01, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયો અંગે કેન્દ્રીયમંત્રીએ કહ્યું, દરેક દેશ પોતાના નિયમો મુજબ કાર્યવાહી કરે

Advertisement

ભારતીય પાસપોર્ટ અને એક્સપોર્ટ મજબુત બનાવવા સરકારનો રોડ મેપ તૈયાર

તાજેતરમાં અમેરિકાએ હાથમાં હાથકળી અને પગમાં ઝંઝીરો બાંધી ભારતીય નાગરીકોને ડિપોર્ટ કર્યા હતા જેમાં દેશભરમાં રોષ ફેલાયો છે. આ બાબતે કેન્દ્ર સરકારનાં મંત્રીએ પણ ડિપ્લોમેશી જાબ આપી મન મનાવ્યું હતું. આ બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે દરેક દેશ પોતાના કાયદા મુજબ કાર્યવાહી કરતાં હોય છે.
રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ સરર્કિટ હાઉસમાં કરેલી પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે કોઇપણ દેશ ગેરકાયદે પ્રવેશ સામે કાર્યવાહી કરી શકે છે. દરેક દેશને તેનો અધિકાર છે. તેના વિશે આપણે વિશેષ કમેન્ટ કરી શકીએ નહીં. આપણે પણ આપણા દેશમાંથી ગેરકાયદે નાગરિકોને ડિપોર્ટ કરીએ છીએ. મંત્રીના નરોવાકુંજરવા જવાબથી જનતા પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ છે.

વધુમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પર રૂૂા.11.50 લાખ કરોડની જોગવાઈ હવે 2047 સુધીમાં દર વર્ષે અંદાજીત રૂૂા.15 લાખ કરોડની ફાળવણીએ આ ધ્યેયને હાંસલ કરવા માટે છે. મેઈક-ઈન-ઈન્ડીયા અને આત્મનિર્ભર ભારત એ આયોજન આજે ભારતમાં ઉત્પાદનને વેગ આપી રહ્યા છે જે રોજગારીનું પણ સર્જન કરે છે અને આ રીતે દેશના એકસપોર્ટ અને પાસપોર્ટને મજબૂત બનાવીને ભારત વિકસીત રાષ્ટ્ર બનશે.

તેઓએ કહ્યું કે રૂૂ.50 લાખ કરોડના બજેટનો એક એક રૂૂપિયા તેમાં મહત્વની ભૂમિકા ભજવશે. દેશમાં પ્રોડકશન લીંક-ઈન્સેટીવ ઉત્પાદનમાં પ્રોત્સાહનની સાથે એમ્પ્લોયમેન્ટ લીંક ઈન્સેન્ટીવ યોજનાથી રોજગારીને વેગ મળશે. સ્ટાર્ટઅપ, જેમાં ભારત પ્રથમ ક્રમે છે તો દેશની 500 ટોચની કંપનીઓમાં જે રીતે 1 કરોડ યુવાઓને 1 વર્ષ માટે ટ્રેની તરીકે જોડયા એ માસ્ટર સ્ટ્રોક બનશે.

આ યુવા વર્ગ 1 વર્ષ બાદ નાના ઉદ્યોગોમાં જોડાઈને તેના નિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તે માઈન્ડ સેટ મહત્વનું બનશે. તેઓએ બજેટમાં જે રીતે રૂૂા.12 લાખ સુધીની આવકવેરા મુક્તિ અપાઈ તેને પણ આવકારતા જણાવ્યુ કે લોકો વધુ ખર્ચ કરીને અર્થતંત્રને ઈંધણ પુરુ પાડશે. માંગ વધશે અને તે ઉત્પાદન વધારશે અને તેનાથી રોજગારી વધશે.

તેઓએ એક ક્ષેત્રની પાણીની યોજના માટેના રૂૂ.15000 કરોડના બજેટ તે વડાઓના માલધારીઓના સંતાનોને શિક્ષણ તથા અન્યત્ર વસવાટ માટેની યોજના વિ.નો ઉલ્લેખ કર્યો હતો અને ગુજરાત સરકારના બજેટની પણ રાજયના વિકાસમાં મહત્વપૂર્ણ ગણાવ્યુ હતું. તેમની આ પત્રકાર પરિષદમાં સાંસદ પરસોતમ રૂૂપાલા, મનસુખ માંડવીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પ્રવકતા રાજુ ધ્રુવ, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, પુર્વ શહેર પ્રમુખ કમલેશ મિરાણી વર્તમાન મહામંત્રી માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રેઝરર મયુર શાહ વિ. જોડાયા હતા.

ઓલિમ્પિક માટેના પ્રયાસ શરૂ: ડો.માંડવિયા
કેન્દ્રીય મંત્રીએ 2036માં યોજાનાર ઓલિમ્પિકને લઈને પણ મહત્વની વાત કરી. મનસુખ માંડવીયાએ કહ્યું કે 2036માં થનાર ઓલિમ્પિક ભારતમાં રમાય તેને લઈને પ્રયાસો શરૂૂ કરી દેવાયા છે. ભારતે લેટર ઓફ ઇન્ટ્રેસ્ટને લઈને આંતરરાષ્ટ્રીષ્ય કાઉન્સિલ સામે રજૂઆત કરી છે. ભારતમાં ઓલિમ્પિકની સંભાવનાને લઈને માળખાગત ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનું શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

ઘેડના વિકાસ માટે બજેટમાં 170 કરોડની જોગવાઇ કરાઇ
પોરબંદર મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયાએ કહ્યું હતું કે સરકારના બજેટમાં ઘેડ પંથકના વિકાસ કામો માટે રૂા.170 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઘેડ વિસ્તારના નાગરીકોના પ્રશ્નોને વાચા અપાશે.

Tags :
gujaratgujarat newsMANSUKH MANDAVIYArajkotrajkot news
Advertisement
Next Article
Advertisement