મનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત
બાંધકામ, ડ્રેનેજ, રોશની, વોટર વર્કસ વિભાગના પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને માધાપર એસપીએસનું ગાંધીનગરથી લોકાર્પણ
ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષ અનુસંધાને ગુજરાત શહેરી વિકાસ વર્ષના શુભારંભ પ્રસંગે આજે તા.27/05/2025ના રોજ મંગળવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે રૂૂ.5,536 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પણ રૂ.208.42 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુતનો સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ વિવિધ વિકાસ કામોના લોકાપર્ણ-ખાતમુર્હુત કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.208.42 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મનપાના 150 ફૂટ રિંગ રોડ-2 ડેવલપ કરવાનું કામ (સ્માર્ટ સિટી થી કટારીયા ચોક-કાલાવડ રોડ) 4479.86 ખાતમુહૂર્ત, 11 વગડ ચોક પાળ રોડ પાસે હાલના સ્લેબ કલ્વર્ટને પહોળો કરવાનું કામ 99.65 ખાતમુહૂર્ત, 11 ટીપી સ્કીમ નં.-27, એફ.પી. નં.-29(એ)માં આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ 391.58 ખાતમુહૂર્ત, 11 ટીપી સ્કીમ નં.-27, એફ.પી.નં.-29(એ)માં વોર્ડ ઓફિસ બનાવવાનું કામ 269.61 ખાતમુહૂર્ત, 1 અમૃત-2.0 યોજના હેઠળ, (એસ.પી.એસ.-2, ભાગ-1 અને ભાગ-2)-જામનગર હાઇવેની ઉત્તર તરફના વિસ્તારમાંઅને એસ.આર.પી. કેમ્પ અને ગ્રીન લીફ પાસે કનેક્શન સિસ્ટમ અને રોડ રિસ્ટોરેશન કરવાનું કામ 777.9 ખાતમુહૂર્ત, 1 અમૃત-2.0 યોજના હેઠળ, (એસ.પી.એસ.-2, ભાગ-3)- એફ.સી.આઈ. ગોડાઉન પાસે ઘંટેશ્વર અને ટી.પી. સ્કીમ નં.-33, ડ્રેનેજ હાઉસકનેક્શન સિસ્ટમ અને રોડ રિસ્ટોરેશન કરવાનું કામ 530.97 ખાતમુહૂર્ત, 9 મુંજકા વિસ્તારમાંS.J.M.M.S.V.Y યોજના હેઠળ, અલગ અલગ ડાયામીટરની ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું અને રોડ રિસ્ટોરેશન કરવાનું કામફેઈઝ-1, (ભાગ-1) 1391.92 ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
મુંજકા વિસ્તારમાંS.J.M.M.S.V.Y યોજના હેઠળ, અલગ અલગ ડાયામીટરની ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું અને રોડ રિસ્ટોરેશન કરવાનું કામ ફેઈઝ-1, (ભાગ-2)1429.08 ખાતમુહૂર્ત, સેન્ટ્રલ ઝોન સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2,3,7,13,14,17ના વિસ્તારોમાં ડિઝાઇન રોડ અને સોસાયટીના રોડમુખ્ય રસ્તાઓનું ડામર કાર્પેટિંગ અને ડામરરિ-કાર્પેટિંગ કરવાનું કામ 3131.48 ખાતમુહૂર્ત 17 પારડી મેઇન રોડ પાસે ટી.પી. સ્કીમ નં.5 ફાઇનલ બ્લોક નં.243માં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું કામ 2672.45 ખાતમુહૂર્ત, હાલના માધાપર જઙજ (ભાગ-1) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમનાખવાનું કામ (માધાપર સર્કલ, 150 ફૂટ રિંગ રોડથી દક્ષિણ થી પશ્ચિમ બાજુએ) 439.88 ખાતમુહૂર્ત, હાલના માધાપર જઙજ (ભાગ-2-એ) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમનાખવાનું કામ (માધાપર સર્કલ, 150 ફૂટ રિંગ રોડથી ઉત્તર-પશ્ચિમ બાજુએ) 217.31 ખાતમુહૂર્ત, હાલના માધાપર જઙજ (ભાગ-2-બી) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમનાખવાનું કામ (માધાપર સર્કલ, 150 ફૂટ રિંગ રોડથી ઉત્તર-પશ્ચિમ બાજુએ) 274.53 ખાતમુહૂર્ત, હાલના માધાપર જઙજ (ભાગ-4) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમનાખવાનું કામ (માધાપર સર્કલ, 150 ફૂટ રિંગ રોડથી દક્ષિણ-પૂર્વ બાજુએ) 437.41 ખાતમુહૂર્ત, 2 એરપોર્ટ રોડ પર છોટુનગરમાં નવી આંગણવાડી બનાવવાનું કામતથા દંતોપંત ઠેંગડી પુસ્તકાલયમાં જરૂૂરી ફર્નિચર તેમજ રીનોવેશન કરવાનું કામ 60.77 ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
તેમજ હાલના માધાપર જઙજ (ભાગ-2-એ) રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાંરોડ રિસ્ટોરેશન કરવાના કામ સાથે સેવરેજ કનેક્શન સિસ્ટમનાખવાનું કામ(માધાપર જંકશનથીઉત્તર-પશ્ચિમ બાજુએ) 574.56 લોકાર્પણ, 5 વોર્ડ નં.5ની વોર્ડ ઓફીસ પાસે આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ 158.59 લોકાર્પણ, 18 ટી.પી. સ્કીમ નં.12 (કોઠારિયા), એફ.બી.નં. 15/એના પ્લોટમાં ઝોન ઓફીસ બનાવવાનું કામ 3254.02 ખાતમુહૂર્ત, વેસ્ટ ઝોનમાં વિવિધ રસ્તાઓ પર સેન્ટ્રલ લાઈટીંગનું કામ રોશની 250.47 ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.