ઘરઆંગણે ભારત સામે રમવું મોટી ચેલેન્જ સમાન: ઓલિવ પોપ
હૈદરાબાદ ખાતે રમાયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના બીજાઓમાં શાનદાર સદી ફટકારીને ટીમને મહત્વપૂર્ણ જીત અપાવનાર ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ઓલિવ પોપ એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પોપે જણાવ્યું હતું કે અત્યાર સુધીની બંને ટેસ્ટ મેચમાં એકદમ કોમ્પિટિટિવ ક્રિકેટ જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટ મેચમાં અમે જે રીતે જીત્યા અને ત્યારબાદ પણ બીજા મેચમાં અમારું પરફોર્મન્સ મેચ હારવા છતાં સારું રહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રાજકોટની વિકેટ મે જોઈ છે અને અત્યારે રાજકોટની વિકેટ સારી વિકેટ લાગી રહી છે ટેસ્ટ મેચ માટે આ પ્રકારની વિકેટ જોવા મળતી હોય છે. વિકેટ ઉપર થોડું ઘાસ છે પરંતુ આવતીકાલે કેટલું ઘાસ રહે છે તેના ઉપર વધારે મદાર રહે છે.
પોપે જણાવ્યું હતું કે ભારતમાં ભારતના ઘર આંગણે ભારત સામે રમવું એક હંમેશા ચેલેન્જ હોય છે પરંતુ તેમ છતાં અમે બંને મેચમાં સારો દેખાવ કરી ચૂક્યા છે. અને મને આશા છે કે ઇંગ્લેન્ડ નું પ્રોફેશનલ ક્રિકેટ આ ટેસ્ટ મેચમાં પણ સારો દેખાવ કરશે.
પોપે જણાવ્યું હતું કે મારી બેટીંગમાં કેટલાક ટેકનિકલ ચેન્જ કર્યા છે અને મને આશા છે કે દોઢ વર્ષમાં મેં મારી બેટિંગમાં જે સુધારો લાવ્યો છે તે આવનારા પાંચ છ વર્ષ દરમિયાન મને ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતની વિકેટ ઉપર ભારતના સ્પીનરો સામે રમવું એક્ ચેલેન્જ હોય છે અને અમે અત્યારે ભારતના સ્પીનરો સામે સારી બેટિંગ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પોપે જણાવ્યું હતું કે હસીમ અમલા મારો ફેવરિટ ક્રિકેટર રહ્યો છે અને તેની બેટિંગની છાપ મારી બેટિંગ ઉપર પણ પડી છે આવનારા દિવસોમાં હું વધુ સારો બેટ્સમેન સાબિત થાવ તે માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. પોતાના કેપ્ટન અને કોચ વિશે બોલતા પોપે જણાવ્યું હતું કે ટીમમાં ક્રિકેટ માટેની આઝાદી છે અમે વધુ સારું અને ઉત્કૃષ્ટ ક્રિકેટ રમવા અહીં આવ્યા છે.અને ટીમનો સપોર્ટ પણ બહુ સારો છે. નવોદિત ખેલાડી હોય તો પણ એમને સારું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.