For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવી શાળા માટે રમતનું ગ્રાઉન્ડ ફરજિયાત

04:59 PM Nov 18, 2024 IST | admin
નવી શાળા માટે રમતનું ગ્રાઉન્ડ ફરજિયાત

શહેરમાં 800 અને ગ્રામ્ય વિસ્તારમાં 1200 ચો.મી. મેદાન જરૂરી

Advertisement

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્રમાં નવી ખાનગી નોન ગ્રાન્ટેડ સ્કૂલો શરૂૂ કરવા કે પ્રાથમિક શાળાઓમાં ક્રમિક વર્ગ વધારા માટેની અરજીઓ મંગાવવાનું શરૂૂ કરાયું છે. સંસ્થાઓને 21મીથી 30મી નવેમ્બર વચ્ચે ઓનલાઇન અરજી કરવા સૂચના અપાઈ છે. નવી સ્કૂલો માટે શહેરી વિસ્તારમાં 800 ચો.મી. અને ગ્રામ્ય વિસ્તારમાં 1200 ચો.મી. રમતનું મેદાન ફરજિયાત કરવામાં આવ્યું છે.

આગામી વર્ષ 2025માં નવી સ્કૂલોની મંજૂરી આપવાની પ્રક્રિયા પણ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શરૂૂ કરાઈ છે. વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે ધો.1થી 5 અને ધો.6થી 8ને અલગ અલગ એકમ તરીકે ગણવામાં આવશે. સામાન્ય રીતે ધો.1થી 8 એમ, માનવામાં આવતું હોય છે. પરંતુ બન્ને એકમ અલગ ગણીને બન્ને માટે અરજી કરવાની હોય તો અલગ અલગ અરજી કરવા તાકીદ કરવામાં આવી છે. બન્ને અરજીદીઠ રૂૂ.25 હજાર રૂૂપિયા ફી ભરવાની રહેશે. ક્રમિક વર્ગ વધારો કરવા માટે દરખાસ્ત કરવાની હોય તો વર્ગદીઠ રૂૂ.5 હજાર ભરવાના રહેશે. દરખાસ્ત ફી એટલે કે પ્રોસેસીંગ ફી નોન-રિફંડેબલ છે એટલે કે ફોર્મ ભરાયા બાદ ભરેલી રકમ કોઇપણ સંજોગોમાં પરત મળશે નહી તેવી તાકીદ પણ કરાઈ છે.

Advertisement

આ માટે કોઇ સંસ્થા કે શાળામંડળ દાવો પણ કરી શકશે નહીં. રાઇટ ટુ એજ્યુકેશન રૂૂલ્સ પ્રમાણે નવી શાળાની મંજુરી માટે નક્કી કરાયેલા માપદંડ પ્રમાણે જરૂૂરી મકાન, સ્ટાફ, માળખાકીય સુવિદ્યા, ગ્રંથાલય અને રમત-ગમતના મેદાન હોવા જરૂૂરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના પૂરતા સાધનો પણ ફરજિયાત કરાયા છે.

સૂત્રો કહે છે કે, નવી સ્કૂલોની મંજૂરી માટે રમત-ગમતના મેદાનને લઇને જે નિયમો કરાયા છે તેના કારણે મુશ્કેલી ઊભી થાય તેમ છે. કારણ કે, નવી પ્રાથમિક શાળાઓ માટે કોર્પોરેશન દ્વારા એક વર્ષ માટે મેદાન ભાડા કરાર પેટે આપવામાં આવે છે જે નિયમ પ્રમાણે રીન્યુ કરવામાં આવતું હોય છે. શિક્ષણ વિભાગે 15 કે તેથી વધુ વર્ષ માટે ભાડાકરાર હોય તો જ મંજૂરી કે કાયમી નોંધણી કરાશે તેવી જાહેરાત કરી હોવાથી દ્વિધાભરી સ્થિતિ ઊભી થઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement