સોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ
જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય પદાર્થોવાળી વસ્તુઓ ગટરોમાં નાખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોય છે.
જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીક (જઞઙ) તથા 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ગંભીર આડઅસર થતી હોય જેથી તેના પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂૂલ્સ-2021ના નિયમ-4 ની જોગવાઈ મુજબ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધિત સિંગલ યૂઝ પ્લાસ્ટીક(જઞઙ) તેમજ 120 માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વેંચાણ, વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 11 ડિસેમ્બરથી લઈ અને 60 દિવસ સુધી અમલમાં રહેશે.