પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની દુર્ઘટનાના 38 દિવસ બાદ પાઈલોટનો મૃતદેહ મળ્યો
70થી વધુ વખત હેલિકોપ્ટર ઉડાન ભરીને પોરબંદરથી 55 કિ.મી. દૂર મધદરિયેથી કમાન્ડન્ટ રાકેશકુમાર રાણાનો નશ્ર્વરદેહ શોધ્યો
ભારતીય કોસ્ટ ગાર્ડનું MK-III હેલિકોપ્ટર 02 સપ્ટેમ્બર 2024 ના રોજ 2315 કલાકે દરિયામાં ખાબક્યું હતું. હેલિકોપ્ટરમાં 02 પાઇલોટ અને 02 એર ક્રૂ ડાઇવર્સ હતા અને મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે મિશન પર ગયા હતા અને દુર્ઘઠના બાદ એક ક્રુને બચાવી લેવાયો હતો. જ્યારે ત્રણ જવાનોમાંથી બેના મૃતદેહ મળ્યાહતાં. જેમાં કમાન્ડન્ટ વિપિન બાબુ અને કરણ સિંહ, નશ્વર અવશેષો 03 સપ્ટેમ્બર 2024ના રોજ સમુદ્રમાંથી મળી આવ્યા હતા.
કોસ્ટગાર્ડએ ભારતીય નૌકાદળ અને અન્ય હિસ્સેદારો સાથે મળીને બાકીના ક્રૂ, કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા, જેઓ મિશનના કમાન્ડમાં પાઇલટ હતા, શોધવા માટે અવિરત શોધ પ્રયાસો ચાલુ રાખ્યા હતા. વિસ્તારમાં કોસ્ટગાર્ડ અને ભારતીય નૌકાદળના જહાજો દ્વારા સતત શોધ પ્રયાસોના ભાગરૂૂપે, ગુમ થયેલા પાઇલટને શોધવા માટે 70 થી વધુ હવાઈ ઉડાન અને 82 જહાજના દિવસોને કામ સોંપવામાં આવ્યું હતું. ખૂબ જ અફસોસ સાથે જણાવવામાં આવે છે કે લગભગ 10 ઓક્ટોબર 2024 ના રોજ બહાદુર આત્માના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મેળવવામાં આવ્યા છે. પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં 55 કિ.મી. સેવા પરંપરા અને સન્માન મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.