For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ

12:13 PM May 07, 2025 IST | Bhumika
ગઢડાના રાયપર ગામેથી ઝડપાયેલા એક કરોડના દારૂ પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ

Advertisement

ગઢડાના રાયપર ગામ નજીકથી બાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડેલાં 78 લાખના દારૂૂ-બિયરના મસમોટા જથ્થા પ્રકરણે રાજ્યના પોલીસ વડાએ લાલ ઑંખ કરી છે. આ મામલે ફરજમાં બેદરકારી બદલ ગઢડાના પીઆઈને સસ્પેન્ડ કર્યા છે.

બનાવની વિગત એવી છે કે, બાર દિવસ પૂર્વે ગઢડા તાલુકાના હરીપરથી રાયપર ગામની વચ્ચે આવેલ રાયપર ગામની પડતર ખારો (જમીન) પર ચાલી રહેલા દારૂૂના કટીંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રાટકી રૂૂા.78,45,357ની કિંમતની વિદેશી દારૂૂની 14,565 બોટલો તથા 24 લાખની કિંમતના ચાર વાહન મળી કુલ રૂૂ.1,02,45,357 નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂૂનો જથ્થો મંગાવનાર ગામના જ બુટલેગર વિજય રાવુભાઈ બોરીચા, જથ્થો મોકલનાર રાજસ્થાનના કુરસિંહ સહિતના શખ્સો અને દારૂૂનું કટિંગ કરનાર મજૂરો વિરૂૂદ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

જો કે, ઘટનાના 12 દિવસ બાદ આ ગુનાના આરોપી પોલીસ પક્કડથી દૂર છે તેવામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં દારૂૂ પકડાવા તથા તે મામલે ફરજમાં બેદરકારી બદલ રાજ્યના પોલીસ વડાએ ગઢડા પોલીસ મથકના પીઆઇ જે.બી પંડિતને સસ્પેન્ડ કર્યા હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડા કે.બી બાલોલિયાએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement