For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ

11:28 AM Jan 08, 2025 IST | Bhumika
રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ

પોલીસ વિભાગની 12474 જગ્યા માટે 16 લાખ ઉમેદવારો, 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી યોજાશે

Advertisement

ગુજરાતના પોલીસ વિભાગમાં 12474 જગ્યા માટે 16 લાખ ઉમેદવારોએ કરેલી અરજી બાદ આજથી રાજકોટ સહીત ગુજરાતનાં 15 ગ્રાઉન્ડ ખાતે શારીરીક કસોટીનો પ્રારંભ થયો છે. આ શારીરીક કસોટી 31 જાન્યુઆરી સુધી યોજાશે. પોલીસ વિભાગમાં પીએસઆઇ, લોક રક્ષક, બિન હથિયારી અને હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેમાં સિપાહીની શારીરિક કસોટી આજથી શરૂ થઇ છે.

પોલીસ વિભાગમાં 12474 જગ્યાની ભરતી માટે એપ્રીલમાં અરજી મંગાવાઇ હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આપેલી માહિતી પ્રમાણે પુરૂૂષ ઉમેદવારો માટે અમદાવાદ, ભરૂૂચ, જામનગર, કામરેજ, ખેડા-નડિયાદ, જૂનાગઢ, ગોધરા, મહેસાણા, ગોંડલ અને હિંમતનગરમાં જ્યારે મહિલા ઉમેદવારો માટે વડોદરા, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં શારીરિક કસોટી લેવાશે. આ સિવાય માજી સૈનિકોની શારીરિક કસોટી રાજકોટમાં 28 અને 29 જાન્યુઆરીએ લેવાશે.

Advertisement

રાજ્યમાં પોલીસ ભરતી માટે જ 16 ગ્રાઉન્ડમાં ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. વહેલી સવારે 5.30 કલાકથી શારીરિક પરીક્ષાનું આયોજન થશે. આ દરમિયાન ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત રખાઇ હતી. આ સિવાય મેડિકલ કેમ્પ અને અપીલ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે. જો કોઈ ઉમેદવારને ફરિયાદ હોય તો તે નોંધાવી શકશે.
શારીરિક કસોટીમાં પુરૂૂષ ઉમેદવારો માટે 5000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી ફરજીયાત છે. જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. આ સિવાય માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે

કેટલી જગ્યા માટે શારીરિક કસોટી
બિન હથિયારી પીએસઆઈ (પુરુષ)316
બિન હથિયારી પીએસઆઈ (મહિલા)156
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ઈછઙઋ) (પુરુષ) 1000
જેલ સિપાઈ (પુરુષ)1013
જેલ સિપાઈ (મહિલા) 85 કુલ
.

Advertisement
Tags :
Advertisement
Advertisement