ગોંડલ પોસ્ટ ઓફિસના અધિકારી ઉપર પોસ્ટ માસ્તરના પુત્રનો હુમલો
પિતા સામે ચાલતી ખાતાકીય તપાસનો ખાર રાખી માર મારતા ગુનો નોંધાયો
ગોંડલની પોસ્ટ ઓફિસમાં પિતા સામે ચાલતી ખાતાકીય તપાસનો ખાર રાખી પોસ્ટમાસ્તરના પુત્રએ અધિાકરી ઉપર હુમલોક રતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી નિલયભાઈ મહેશકુમાર પરમાર (ઉ.વ-35, રહે.રાજકોટ, અક્ષર વાટીકા, વૈશાલી નગર શેરીનં.06) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ગોંડલ પોસ્ટ ઓફીસમાં સાઉથ સબ.ડીવીઝનલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલ સવારના સવારના અગ્યારેક વાગ્યાના આસપાસ પોતે પોસ્ટ ઓફીસની ઓફીસમાં ફરજ પર હતા.અન્ય સ્ટાફ પણ હાજર હતો. અમારી પોસ્ટ ઓફીસની શીશક બ્રાન્ચમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા તરુણભાઈનો દીકરો ગૌરવ તથા એક બીજો અજાણ્યો માણસ આવેલ અને આ ગૌરવે આવી મને કહેલ કે મારા પપ્પાને કેમ અહી બોલાવો છો કહી મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
તેવામાં અમારી પોસ્ટ ઓફીસના કર્મચારીઓ આવી ગૌરવને રોકી દીધેલ.અને કહેલ કે તુ બહાર નીકળીશ તો તને જોઇ લઇશ તેમ કહીને જતો રહેલ. વધુમાં જણાવ્યું હતું કે આ ગૌરવના પપ્પા તરૂૂણભાઈ જે અમારી શીશક પોસ્ટ ઓફીસમા નોકરી કરતા હતા. ત્યારે તેને રૂૂ.6000/- નુ ફ્રોડ કરેલ હોય તે બાબતે તરૂૂણભાઈ ઉપર ખાતાકીય પગલા ચાલુ હોય જેથી અમારી હેડ ઓફીસે તરૂૂણભાઈને અમારી ઉપરી અધીકારીના હુકમથી નીવેદન આપવા અગાઉ બોલાવેલ હોય પણ આવતા ન હોય અને તે આજરોજ આવવા ના હોય પણ તરૂૂણભાઇ આવેલ ન હોય અને તેનો દીકરો અમારી ઓફીસમા આવી માથાકુટ કરેલ હતી બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.