રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ
પોલીસ વિભાગની 12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવારો, 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી યોજાશે
ગુજરાતના પોલીસ વિભાગમાં 12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવારોએ કરેલી અરજી બાદ આજથી રાજકોટ સહીત ગુજરાતનાં 15 ગ્રાઉન્ડ ખાતે શારીરીક કસોટીનો પ્રારંભ થયો છે. આ શારીરીક કસોટી 31 જાન્યુઆરી સુધી યોજાશે. પોલીસ વિભાગમાં પીએસઆઇ, લોક રક્ષક, બિન હથિયારી અને હથીયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેમાં સિપાહીની શારીરિક કસોટી આજથી શરૂ થઇ છે.
પોલીસ વિભાગમાં 12474 જગ્યાની ભરતી માટે એપ્રીલમાં અરજી મંગાવાઇ હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આપેલી માહિતી પ્રમાણે પુરૂૂષ ઉમેદવારો માટે અમદાવાદ, ભરૂૂચ, જામનગર, કામરેજ, ખેડા-નડિયાદ, જૂનાગઢ, ગોધરા, મહેસાણા, ગોંડલ અને હિંમતનગરમાં જ્યારે મહિલા ઉમેદવારો માટે વડોદરા, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં શારીરિક કસોટી લેવાશે. આ સિવાય માજી સૈનિકોની શારીરિક કસોટી રાજકોટમાં 28 અને 29 જાન્યુઆરીએ લેવાશે.
રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેકટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. મહિલાઓ અને પુરુષો માટેની શારીરિક કસોટી માટે અલગ અલગ ગ્રાઉન્ડ નક્કી કરવમાં આવ્યા છે.જેમાં મહિલાઓ માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં કસોટી લેવાશે રાજ્યમાં પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટી લેવાશે, જ્યારે માજી સૈનિકોની મહિનાના અંતમાં 28 અને 29મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે કસોટી લેવાશે.
આજથી શરૂૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચ્યા હતા. શારીરિક કસોટી આપનાર ઉમેદવારો અને તેના પરિવારમાં ક્યાય ખુશી અને ક્યાંક નિરાશાના દ્રશ્યો જોવા મળ્યા હતા.શારીરિક કસોટી માટે ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં દોડ લગાવી હતી પાસ થનાર ઉમેદવારોના પરિવાર માં ખુશી જોવા મળી હતી જયારે નક્કી કરેલા સમયમાં દોડ પૂરી નહી કરનાર ઉમેદવારો અને તેના પરિવારમાં નિરાશા જોવા મળી હતી.
રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર ક્ધફર્મ થયા છે. પીએસઆઈ કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે.
જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને એમસીકયું પરીક્ષા લેવાશે. પીએસઆઈ કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પૂછાશે. શારીરિક કસોટી દરમિયાન દરેક ગ્રાઉન્ડમાં સુપરવિઝન અધિકારી તરીકે આઈજીપી કક્ષાના અધિકારીની સાથે ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં કુલ-96 ડીવાયએસપી ,પી.આઈ,પીએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહીતના સ્ટાફને કસોટી સ્થળે બદોબસ્ત માટે નિમણૂક કરવામાં આવેલ છે. આ ઉપરાંત નિમણૂક કરવામાં આવી છે.
કેટલી જગ્યા માટે શારીરિક કસોટી
બિન હથિયારી પીએસઆઈ (પુરુષ)316
બિન હથિયારી પીએસઆઈ (મહિલા)156
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ઈછઙઋ) (પુરુષ) 1000
જેલ સિપાઈ (પુરુષ)1013
જેલ સિપાઈ (મહિલા) 85 કુલ
શારીરિક કસોટીમાં પુરુષો અને મહિલા ઉમદવારો માટે અલગ અલગ માપદંડ
ભરતીમાં પુરુષો,મહિલાઓ અને પૂર્વ સૈનિકો માટે શારીરિક કસોટી માટે અલગ અલગ માપદંડ રખાયા છે. જેમાં પુરુષ ઉમેદવારો માટે 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી અનિવાર્ય છે. મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેક્ધડમાં પૂર્ણ કરવી પડશે. જ્યારે ભૂતપૂર્વ સૈનિકો ઉમેદવારોએ 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેક્ધડમાં પૂર્ણ કરવી પડશે