For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખીરસરા GIDCમાં PGVCLનાં પાવર ધાંધિયા, આવતીકાલે ધંધા મુકી ઉદ્યોગકારોની મૌન રેલી

05:28 PM Jul 17, 2025 IST | Bhumika
ખીરસરા gidcમાં pgvclનાં પાવર ધાંધિયા  આવતીકાલે ધંધા મુકી ઉદ્યોગકારોની મૌન રેલી

Advertisement

માંડ મશીન ચાલુ થાય ત્યાં ટ્રીપીંગ થઇ જાય છે, વેસ્ટેજ પડતા લાખોની નુકસાની; જેટકોનું સબ સ્ટેશન બનાવવા માંગ કરાશે

ખીરસરા જીઆઇડીસીમાં પાવર ટ્રીપીંગના પ્રશ્નોના લીધે ઉદ્યોગકારોની ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલીનું આયોજન કરાયું છે. આવતીકાલે તારીખ 18 જુલાઈ 2025 શુક્રવાર સમય સવારે 10:30 કલાકે રેલી યોજાશે.
ખીરસરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા જણાવાયું છે કે આ મૌન રેલીનું મુખ્ય કારણ અમારા ઉદ્યોગકારોને રોજબરોજના પાવર ટીપીંગના ઓવરલોડના કારણે છેલ્લા ઘણા ભાવસથી પડતી મુશ્કેલીના નિરાકરણ માટે છે. પાવર ટીપીંગના પ્રોબ્લેમ ના હિંસાબે ઘણા બધા ઉદ્યોગકરોને મેન્યુફેક્ચરિંગમાં ખૂબ જ પ્રોબ્લેમ આવે છે વેસ્ટેઝ પડે છે અને વાખો રૂૂપિયાની નુકસાની જાય સાથે ઇન્ટરનલ પ્રોસેસમાં ઘણો બધો સમય વાગે છે એટલે સમયનો પણ નુકસાન જાય છે.

Advertisement

આ માટે અમે ઉદ્યોગકારોએ ઘણી વખત પીજીવીસીએલ ઓફિસમાં દરેક ડિપાર્ટમેન્ટમાં જાણ કરી છે આ પ્રશ્નના સોલ્યુશન માટે પણ અમે પ્રયાસ કરેલ છે પણ નિરાકરણ આવતું નથી, આ ઉપરાંત અમે જીઆઇડીસી લોકલ ઓફિસ, જેટકો ગોંડલ ઓફિસને બધે પણ રૂૂબરૂૂ મુલાકાત કરી અને આ પ્રોબ્લેમ થી વાકેફ કરેલા હતા. છતાં પણ અમને લોકોને આનો ઘણા સમયથી કોઈ પરિણામ મળેલ નથી. જો પીજીવીસીએલ દ્વારા ફીડરનું બાઈફરગેશન એટલે કે ભાગલા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો આ પ્રશ્નનું નિરાકરણ હાલ પૂરતું થઈ શકે એવું છે.

જીઆઇડીસી ખીરસરામાં 66 કેવીના સબ સ્ટેશન માટે જીઆઇડીસી એ પ્લોટ ફાળવેલો છે જેમાં જેટકો દ્વારા તાત્કાલિક સબ સ્ટેશન નું કામ કરવામાં આવે તો આ અમારા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવે એમ છે. એટલે અમે લોકોએ આ ગાંધીજી ચિંધ્યા માર્ગે મૌનરેલીનું આયોજન કરેલ છે અને સરકાર પણ ઉદ્યોગકારોનો અવાજ સાંભળે અને લાગતા વળગતા વિભાગને પણ જાણ થાય અને આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે એવી અમારી માંગ ખીરસરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement