સલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયા
11:17 AM Jun 05, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
સલાયામાં આમ તો પીજીવિસીએલ દ્વારા સતત લાઇટ ચાલુ હોય એવું તો ભાગ્યેજ બને છે. પણ હમણાં ઘણા સમયથી રોજ બપોરે 3 થી 3.45 વચે કાયમ લાઈટ બંધ કરી દેવામાં આવે છે. આ એકજ સમયે દરરોજ લાઇટ જતી હોવાથી લોકો ખુબજ મુશ્કેલીમાં મુકાય છે. આ ત્રણ વાગ્યાનો સમય લગભગ દરેક ઘરોમાં આરામ કરવાનો હોય છે. આ સમય દરમ્યાન જ રોજ લાઈટનો પૂરવઠો બંધ થવાથી લોકોની હાલત ગરમીમાં ખુબજ ખરાબ થાય છે. મજૂરી કરી અને ગુજરાન ચલાવતા લોકો પણ બપોરે જમીને માંડ બે ઘડી આરામ કરવા સૂઈ છે ત્યાં પાવર કટ થતા એની હાલત પણ સાવ ખરાબ થાય છે. સલાયાવાસીઓ પણ ભારે મૂંઝાયા છે કે આ પિજિવિસીએલ આવા સમયે જ દરરોજ કેમ પાવર કટ કરે છે! હવે આ બાબતે ઙલદભહ કઈક ધ્યાન આપે તો સારુ નહિતર આવી ગરમીમાં દરરોજ બપોરે જ લાઇટ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
Next Article
Advertisement