પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરોની સોમવારે ઉર્જામંત્રી સાથે બેઠક
પીજીવીસીએલ કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકરાઈ છે. પીજીવીસીએલ હડતાળને લઇ રાજકોટના 8 સહિત સૌરાષ્ટ્રના 50 કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે.
હડતાળ પૂર્ણ નહી કરે તો વર્ક ઓર્ડરની શરતો ભંગ સબબ કાર્યવાહી કરવા આવશે. ગુજરાત સરકારની માલિકીની પશ્વિમ ગુજરાત વીજ કંપની યાને પીજીવીસીએલના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાળ પાડતા કામો અટકી પડ્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરોએ વિવિધ પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભાવવધારાની માંગ સાથે તંત્રનું નાક દબાવ્યું છે.
માંગ સ્વીકારવામાં ન આવતા કોન્ટ્રાક્ટર બેમુદતી હડતાળ પર ઉતરી ગયા છે.
મળતી માહિતી મુજબ, પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરો દ્વારા 40 ટકા ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરોએ સમગ્ર મામલે કૃષિ મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી, જોકે માગણી નહીં સંતોષતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરોએ હડતાળ યથાવત રાખી હતી. પીજીવીસીએલ કોન્ટ્રાકટર હડતાળ પર ઉતરતા નોટિસ ફટકરાઈ છે. આગામી સોમવારે ઊર્જા મંત્રી સાથે બેઠક યોજવામાં આવશે.