ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એમ.ઇ., એમ.ફાર્મ માટેની પ્રવેશ પરીક્ષા PGCET 5-6 જૂલાઇના

05:03 PM Jun 09, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યની જુદી જુદી ઇજનેરી-ફાર્મસી કોલેજોમાં ચાલતાં માસ્ટર ઓફ ઇજનેરી (ME) અને માસ્ટર ઓફ ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી PGCET એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 5 અને 6 જુલાઇએ લેવામાં આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 18મી જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.રાજ્યની એમઇ અને એમટેક અને એમફાર્મમાં પ્રવેશ માટે અલગ અલગ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી હોય છે.

નેશનલ લેવલે ગેટ એટલે કે ગ્રેજ્યુએટ એપ્ટીટયુટ ટેસ્ટ ઇન ઇજનેરી લેવામાં આવે છે.આજ રીતે માસ્ટર ઓફ ફાર્મસીમાં પ્રવેશ માટે GPAT એટલે કે ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટયુટ ટેસ્ટ લેવામાં આવશે. આ બન્ને નેશનલ કક્ષાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સીધો મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ આ બન્ને પરીક્ષા ન આપી હોય તેમના માટે પ્રવેશ સમિતિ દ્વારા અલગથી PGCET પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. આ પરીક્ષા આપ્યા બાદ તેના મેરિટના આધારે પ્રવેશ ફાળવણી કરવામાં આવતી હોય છે. રાજયમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નેશનલ લેવલની એકઝામ આપતાં હોય છે. આમછતાં કેટલાક વિદ્યાર્થીઓ નેશનલ લેવલની પરીક્ષાના બદલે પ્રવેશ સમિતિ દ્વારા લેવામાં આવતી PGCET આપવાનું પસંદ કરે છે.

પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે રાજયમાં હાલમાં એમઇ એટલે કે માસ્ટર ઓફ ઇજનેરી અને માસ્ટર ઓફ ફાર્મસીની મળીને અંદાજે 8 હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ માટે આગામી 5 અને 6 જુલાઇના રોજ PGCET લેવાનું નક્કી કરાવામાં આવ્યું છે. આ પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને આગામી 18મી જૂન સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. PGCET ખઈચ ક્યુ આધારિત પરીક્ષા લેવામાં આવે છે. ડિગ્રી ઇજનેરી કે ફાર્મસી થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગેટ અને જીપેટ આપનારા વિદ્યાર્થીઓને સીધા પ્રવેશ ફાળવવામાં આવે છે. PGCETનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે.

Tags :
examgujaratgujarat newsPGCET entrance examstudents
Advertisement
Next Article
Advertisement