ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તબીબોના પડતર પ્રશ્ર્નો અંગે સરકારને આવેદન

05:35 PM Mar 18, 2025 IST | Bhumika
Advertisement

યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી: તા.7મીએ માસસીએલનું એલાન

Advertisement

ગુજરાત રાજયની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન જેવા કે જીએમએસ ક્લાસ 2 મેડિકલ ઓફિસર એસોસિએશન,ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ઈએસઆઈએસના સંયુક્ત એસોસિએશન દ્વારા તબીબોના વણ ઉકેલ્યા વહીવટી પ્રશ્નો બાબતે 2022 ની શરૂૂઆતમાં સમગ્ર ગુજરાતના તબીબોએ આંદોલન કરી અનિશ્ચિત મુદતની હડતાલ પાડેલ હતી તે સમયે સરકાર સાથે સમાધાન થયેલ અને તમામ પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે તેવી બાહેધરી આપેલ.તે પૈકીના મોટાભાગના પ્રશ્નોનોનો નિકાલ કરવામાં આવેલ નથી.
વહીવટી પ્રશ્નોમા મુખ્યત્વે 2012,2014 અને 2016 માં જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરેલ છે અને તેમને ઉચ્ચતર પગારનો લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે છતાંય ઉચ્ચતર પગારનો લાભ ન મળતા આર્થિક નુકસાન સહન કરવું પડે છે.તબીબોની સેવા સળંગ અંગે જે તે સમયે સમાધાન થયેલ તે વખતે સેવા સળંગ કરી આપવાની બાહેંધરી આપેલ હતી તેમાં મોટાભાગના તબીબોની સેવા સળંગ થયેલ નથી.દર વર્ષે તમામ કેડરમા સિનિયોરિટી લિસ્ટ બહાર પડતું હોય છે પરંતુ આરોગ્ય વિભાગમા 2016 પછી સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ નથી.
ડેન્ટલ તબીબી કેડરમાં ભરતી સમયેના નિયમો એક જ હોય છે મેડિકલ કોલેજમાં ભરતી થાય કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો મેડિકલ કોલેજ વાળા ડેન્ટલ તબીબોને ટીકુ આપવામાં આવે છે અને તે જ નિયમોથી ભરતી થયેલ અને દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા ડેન્ટિસ્ટો જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ કરે બજાવે છે તેમને ટીકુનો લાભ આપવામાં આવતો નથી.

વહીવટી પ્રશ્નોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે છ તબીબી અધિકારીઓની પોસ્ટ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ હેઠળ હોવી જોઈએ તે મુજબ હાલમાં ત્રણ તબીબોની સામે છ તબીબોની જગ્યા મંજૂર કરવી જોઈએ.આમ વહીવટી પ્રશ્નો બાબતે નિરાકરણ ન આવતા અમારા સંયુક્ત યુનિયને 17 માર્ચના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રી તેમજ આરોગ્ય વિભાગના મંત્રીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી પ્રશ્નોનું યોગ્ય ન્યાયિક નિરાકરણ લાવવા માટે જણાવેલ છે .જયારે 18 માર્ચે દરેક જીલ્લામા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આપવા આવ્યો હતા. તબીબોના વહીવટી પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવે તો તારીખ 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર ગુજરાતમાં તબીબો માસ સીએલ ઉપર જશે તેવી રજૂઆત કરવામા આવી હોવાનુ અખબારી યાદીમાં જણાવેલ છે.

Tags :
doctorsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement