રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાયનેક ન હોવા છતાં સિઝેરિયન કર્યુ; પ્રસૂતાનું મોત

01:36 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રાત્રે પ્રસુતાને ચેકઅપ માટે નજીકમાં આવેલ વિવાદાસ્પદ મહિલા ડોકટરને ત્યાં લઈ જવામાં આવી હતી ત્યારે મહિલા ડોકટર ગાયનેકલોજીસ્ટ ન હોવા છતાં સિઝરીયન કરી નાખતાં પ્રસુતાનું હોસ્પિટલના બીછાને જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નવજાત બાળકીને ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવી પોલીસને જાણ કરતાં મોડીરાત્રે પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી જઈ વિવાદા સ્પદ મહિલા તબીબ સામે સાપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણના વિરનગર ગામે શિવાનંદ હોસ્પિટલ પાસે રહેતા અને મજુરી કામ કરતાં જીતુભાઈ હિરાભાઈ સોલંકી (ઉ.42)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ હુડકો કવાર્ટર આશાપુરા મેઈન રોડ પર આવેલ ફોરમ હોસ્પિટલના ડોકટર હિનાબેન પી.પટેલનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પુત્રી પાયલ ગર્ભવતી હોય ગઈકાલે સાંજે કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં આવેલ ફોરમ હોસ્પિટલમાં પ્રસુતાને પેટમાં દુખાવો થતો હોય રૂટીન ચેકઅપ માટે દવાખાનામાં લઈ જવામાં આવી હતી. આ વખતે મહિલા તબીબ હિનાબેન પટેલએ સિઝરીન કરવું પડશે તેમ કહી પ્રસુતાને ઓપરેશન થીયેટરમાં લઈ ગયા હતાં. પરંતુ ઓપરેશન થીયેટરમાં જ સગર્ભાનું સિઝરીયન કરતી વખતે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મહિલાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.

ઓપરેશન થીયેટરમાં જ પ્રસુતાનું મોત થયાની એક કલાક સુધી મહિલા તબીબે પરિવારજનો પાસે માહિતી છુપાવી હતી અને નવજાત બાળકીને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાનું કહ્યું હતુ. ત્યારબાદ પરિવારજનોને સત્ય હકીકત જાણવા મળતાં દેકારો બોલાવી હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.ભક્તિનગર પીઆઈ એમ.એમ.સરવૈયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પર દોડી જઈ તપાસ કરતાં વિવાદાસ્પદ મહિલા ડોકટર હિનાબેન પી.પટેલ ગાયનેકલોજીસ્ટ ન હોવા છતાં પ્રસુતાની ડિલેવરી કરવા માટે સિઝરીયન કર્યુ હતું જેમાં બેદરકારીને કારણે પ્રસુતાનું ઓપરેશન થીયેટરમાં જ મૃત્યુ નિપજ્યું હોય પોલીસે પ્રસુતાના પિતાની ફરિયાદ પરથી મહિલા તબીબ સામે સાપરાધ મનુષ્ય વધ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી મહિલા તબીબની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

મહિલા તબીબ સહિતના સ્ટાફને પોલીસે નજર કેદ કર્યા
કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં સગર્ભાના સિઝરીયન કરતી વખતે ઓપરેશન થીયેટરમાં જ પ્રસુતાનું મોત નિપજ્યું છે ત્યારે આ ગંભીર બેદરકારી ઘટનામાં મહિલા તબીબ પાસે ગાયનેકલોજીસ્ટની ડિગ્રી ન હોવા છતાં પૈસા પડાવવા માટે ઓપરેશન કરી સગર્ભાનો જીવ જોખમમાં મુકયો હતો. ઓપરેશન થીયેટરમાં જ સગર્ભાનું મોત થયા બાદ મહિલા તબીબે પોતાના સંબંધી એવા અન્ય ડોકટરને મદદ માટે બોલાવ્યા હતાં. બીજી બાજુ પોલીસ કાફલો પણ હોસ્પિટલ આવી જતાં ફોરમ હોસ્પિટલમાં મહિલા તબીબ અને મદદમાં આવેલ અન્ય ડોકટર સહિતના સ્ટાફને પોલીસે નજર કેદ કરી પુછપરછ હાથ ધરી છે.

મહિલા તબીબ અગાઉ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં પકડાયા હતાં

કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં ફોરમ હોસ્પિટલ ચલાવતી ડો.હિનાબેન પી.પટેલ ગાયનેકલોજીસ્ટ ન હોવા છતાં રાત્રિનાં ચેકઅપ માટે આવેલી પ્રસુતાનું સિઝરીયન કરતાં ઓપરેશન થીયેટરમાં પ્રસુતાનું મોત નિપજ્યું છે ત્યારે પોલીસની તપાસમાં આ મહિલા તબીબ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયા છે. મહિલા તબીબ અગાઉ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Tags :
gujaratgujarat newsgynecologyMaternal deathrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement