For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બપોરના સમયે લોકો વધુ પિચકારી મારે છે: 18 થૂંકતા કેમેરામાં કેદ

05:43 PM Feb 19, 2024 IST | Bhumika
બપોરના સમયે લોકો વધુ પિચકારી મારે છે  18 થૂંકતા કેમેરામાં કેદ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ICCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા આજરોજ 18 વ્યક્તિઓ ને સીસીટીવી કેમેરા ના માધ્યમ થી જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા ઝડપી, તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરાયો હતો.
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને સીસીટીવી કેમેરા મારફત ઝડપી લેવા, પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને પણ સીસીટીવી કેમેરામાં ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને ઈ-ચલણ દ્વારા દંડની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં તા.17-02-2024 તથા 18-02-2024 ના રોજ 18 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા ઝડપી તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા તા.17-02-2024 તથા 18-02-2024 ના રોજ 2974 લોકેશન ચેક કરવામાં આવેલ, જેના માધ્યમથી કુલ 941 સફાઈ કામદારોનું સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, તેમજ તા.17-02-2024 તથા 18-02-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં નિવારણ કરવામાં આવેલ હતું. ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝના હેઠળ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement