બગસરામાં નગરપાલિકાની બેદરકારીથી લોકો પર જીવલેણ અકસ્માતનો ખતરો
બગસરામાં કુંકાવાવ નાકે ભૂગર્ભ ગટરમાં નાખેલી જાળીમાં ભંગાણ થયુ હોવાથી ભયંકર અકસ્માત સર્જાવવાની ભીતિ સેવાય રહી છે. જયારે આ રોડ ઉપર એસટી બસ તેમજ ડમ્પર તેમજ ફોરવિલનો આવન જાવન સતત શરૂૂ હોવાથી ગમે ત્યારે ભયંકર અકસ્માત થવાની સંભાવના વર્તાઈ રહી છે. અને આ ગટર ઉડાય પણ 12 થી 15 ફૂટ છે તો આ ગટરની અંદર કોઈ માણશ કે તેનું વાહન ખાબકે તો તેને બચવું મુશ્કેલ છે.
જયારે આ રોડ શહેરનો મુખ્ય રોડ ગણાતો અને અહિયાંથી અમરેલી અને રાજકોટ જવા માટે મુખ્ય માર્ગ ગણાતો હોવાથી આ રોડ ઉપર થી વાહનો સતત ચાલુ રહેતા હોય છે. એવામાં આ જાળી તુટેલી હાલતમાં હોવાથી ભયંકર અકસ્માત સર્જાય તેમ છે.ત્યારે પાલિકાના સતાધીશોને જાણે કાય પડી ના હોય તેમ આંખ આડા કાન કરી બેઠા છે કે પછી કોઈ ભયંકર અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા છે. જયારે આ જાળીને અવારનવાર રીપેર કરેલ અને જે કામ કરવામાં આવે છે તે તકલાદી અને લોટ પાણી અને લાકડા જેવું કરવામાં આવે છે.
જેના હિસાબે અવાર નવાર આ જાળી તૂટી જવાના બનાવો બને છે. જયારે આ જાળી નાખવાનું મુખ્ય કારણ એ હતું કે આ વિસ્તરમાં પાણી ભરાવાની સમશ્યા રહેતી હતી જેનો કાયમી ઉકેલ લાવવા પાલિકા દ્વારા બે જાળી નાખવામાં આવી હતી પરંતુ આ જાળી એટલી નબળી ગુણવતા વાળી નાખવામાં આવી હતી કે અવાર નવાર આ જાળી તૂટવાના બનાવો બની રહેતા હતા. જેના કારણે પાલિકા દ્વારા એક જાળી કાયમી માટે બંધ કરી દેવામાં આવી છે. જેના લીધે આ વિસ્તરમાં ફરી પાછી પાણી ભરાવાની સમશ્યા ઉભી થવા લાગી છે. જયારે હવે બીજી જાળી પણ અવાર નવાર તૂટવા લાગી છે.તો આ વિશ્તારના લોકો દ્વારા અનેક સવાલો ઉભા થયાં છે કે શું પાલિકા દ્વારા આ જાળી પણ કાઢી નાખવામાં આવશે કે પછી ફરી રીપેર કરવામાં આવશે કે કોઈ ભયંકર અકસ્માત સર્જાય તેની રાહ જોય રહેલા છે. તેવાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહેલા છે. અને તત્કાલ આ જાળી રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..