ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભરૂચ ભાજપમાં કોંગ્રેસ-આપમાંથી આવેલા લોકોને સ્થાન, સાંસદ વસાવાની નારાજગી

05:31 PM May 12, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભરુચમાં ભાજપ સંગઠન મુદ્દે મનસુખ વસાવા નારાજ થયા છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસ-આપમાંથી આવેલાને સ્થાન આપવામાં આવી રહ્યું છે ઝઘડિયા, વાલિયામાં સંગઠન જાહેર થતાં સાંસદ નારાજ થયા છે, ભાજપે આત્મમંથન કરવાની જરુર છે અને મને જે લોકો ગાળો આપે છે તે લોકો તો ભાજપમાં જ છે, સાંસદ વસાવાએ ભરુચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી.

ભાજપના ભરૂૂચના સાંસદ વસાવા ફરી નારાજ થયા હોવાની વાત સામે આવી છે, હોદ્દેદારોની નિમણૂક બાબતે નારાજગી વ્યક્ત કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે અને ઝઘડિયા અને વાલિયામાં ભાજપનું સંગઠન જાહેર થતાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા છે, સોશિયલ મિડીયામાં સાંસદે પોસ્ટ મૂકતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મિડીયા પર ભરૂૂચના નવા ભાજપ પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો છે.

ઝઘડિયા અને વાલિયામાં મહામંત્રીની નિમણુંક કરી જે આપ અને કોંગ્રેસ માંથી આવેલ લોકોને હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે, જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું, ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે. આ બાબતે ભરૂૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું કે આપણે એક થઇ આનું નિરાકરણ લાવવું જોઈએ તો વધુમાં તેમણે કહ્યું કે, ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી એ કારણ ખબર પડતી નથી, ભરૂૂચમાં ભાજપના નેતાઓ એકબીજા પર વિશ્વાસ ન મુકતા હોઈ એમ લાગી રહ્યું છે.

Tags :
bharuchBJPCongress-AAPgujaratgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement