લોધિકાના પાળ ગામે યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
લોધીકાના પાળ ગામે નજીવા પ્રશ્ને યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા નિલેશ દિનેશભાઈ ચાંડપા નામનો 24 વર્ષનો યુવાન સવારના સમીરભાઈ પટેલની વાડીએ હતો ત્યારે મેહુલ બોરીચા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા અને લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં રહેતા બલિરામ હરીરામ સહાની નામના 40 વર્ષના યુવાન સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
