For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામ

12:25 PM Nov 20, 2024 IST | Bhumika
મોરબીમાં રોડ રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામ
Advertisement

15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપતા વાહન વ્યવહાર શરૂ કરાયો

મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર થયો હતો રોડ એજન્સીએ બિલ મંજુર થયાના 15 દિવસમાં કામ શરૂૂ કરવાની બાહેંધરી આપતા આ મામલો થાળે પડ્યો છે.

Advertisement

મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 અન શ્યામ-2 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે આજે સ્થાનિકોએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. સ્થાનિકોએ ગત રોજ સવારે અંદાજે 10:30 વાગ્યાથી રોડ ઉપર ચક્કાજામ શરૂૂ કર્યો હતો જે પાંચ કલાક બાદ દૂર કરવામાં આવ્યો છે.

રોડ બનાવનાર બજરંગ અર્થ મુવર્સ નામની એજન્સીએ બિલ મંજુર થયાના 15 દિવસમાં રોડ બનાવવાની શરૂૂઆત કરવાની લેખિત બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામ દરમિયાન રોડ પર જ પુરુષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ જમણવાર કર્યો હતો. વધુમાં તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો બાહેંધરીના દિવસો મુજબ કામ શરૂૂ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement