સિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હેરાનગતિ, બિસ્માર હાઇવે બાબતે માંડવિયાનો ઉડતો જવાબ
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેમાં ખાડાઓના સામ્રાજયથી પ્રજા હેરાન-પરેશાન
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરના ખાડાઓના સામ્રાજ્ય અને કલાકો સુધી લાગતા જામથી લોકો પરેશાન છે. આ બિસ્માર હાઈવે મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. જણાવ્યું કે, સિક્સલેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. તેમણે સ્વીકાર્યું કે લોકોને ખૂબ અગવડતા પડી રહી છે અને તેઓ લોકોની આ હાલાકીથી વાકેફ છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી પણ તેમને રજૂઆત મળી હોવાનું તેમણે જણાવ્યું. માંડવિયાએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્ટેપ વાઇઝ કામ કરવા માટે સૂચના આપી હોવાનું પણ ઉમેર્યું હતું.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવા અને રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરના ખાડાઓના મામલે નિવેદનો આપ્યા હતા માંડવિયાએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, આ વિસ્તાર કાબી જેવો છે જેથી વરસાદી પાણી ભરાય છે. ઘણી નદીઓનું પાણી એક જગ્યાએ ભેગું થવાથી આ સમસ્યા સર્જાય છે. તેમણે ઉમેર્યું કે ઘેડ પંથકના વિકાસ માટે 1400 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા છે આ સમસ્યાના નિવારણ માટે અધિકારીઓને સૂચનાઓ આપવામા આવી છે અને ટૂંક સમયમા તેનું નિરાકરણ આવી જશે તેવી ખાતરી તેમણે આપી હતી.