રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દંડ બેઅસર : જાહેરમાં કચરો ફેંકતા 70 બેફીકરા પકડાયા

05:41 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.23/12/2023 થી 26/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 70 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 11.4 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.31/12/2023 દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના 106 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 68.9 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ હતું. સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.23/12/2023 થી 26/12/2023 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 06 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ હતું. રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તા.26/12/2023 મધ્ય ઝોનના વોર્ડનં. 03માં જંકશન મેઇન રોડ, મહાદેવ મંદિર પાસે તથા તિલક પ્લોટ જે.સી.બી. દ્વારા વોકળા સફાઈ તથા પુર્વ ઝોનના વોર્ડનં. 15માં ચુનારાવાડ5માં મેન્યુઅલી વોકળા સફાઈ તથા પશ્ચિમ ઝોનના વોર્ડનં. 10માં આવેલ વૃંદાવન આવાસ પાસે તથા ગુરુજીનગર આવાસ પાસે મેન્યુઅલી વોકળા સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી. એમ કુલ 01 ડમ્પર ફેરા અને 04 ટ્રેકટર ફેરાથી અંદાજીત 14 ટન ગાર, કચરો વોંકળામાંથી નિકાલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત વિગતે મ્યુનિ. કમિશનર તથા નાયબ કમિશનરની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement