રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ

11:08 AM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શરૂ થતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. આજરોજ સવારે 9 વાગ્યે ખંભાળિયાની એસ.એન.ડી.ટી. શાળા ખાતે આવેલા જુદા જુદા ત્રણ જેટલા બિલ્ડીંગોમાં 1,000 જેટલા વિદ્યાર્થીઓને અહીંના ઈન્ચાર્જ જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા મોં મીઠા કરાવીને શુભેચ્છાઓ રૂપે ગુલાબનું પુષ્પ આપવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડો. જાડેજાએ જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લામાં ધોરણ 10 ના કુલ 8507 વિદ્યાર્થીઓ ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 4420 અને વિજ્ઞાન પ્રવાહમાં 415 છાત્રો પરીક્ષા માટે નોંધાયા છે. આ તમામ માટેની વ્યવસ્થા અંગેનો એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્વે ગઈકાલે રવિવારથી જ શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સવારે સાત વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમમાં વર્ગ-2 ના અધિકારીઓ એસ.કે. ઘેડિયાની ઉપસ્થિતિ વચ્ચે કાર્યરત રહેશે.

આ ઉપરાંત ધોરણ 10 તથા 12 ના ઝોનલ કચેરીઓ પણ શરૂ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના તમામ કેન્દ્રો પર પોલીસ રક્ષણ હેઠળ પ્રશ્નપત્રો તેમજ આ અંગેનું સાહિત્ય પહોંચે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાઓનો હાઉ દૂર કરવા માટે તજજ્ઞોની નિમણૂક પણ કરવામાં આવી છે.

દ્વારકા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓનો ઉત્સાહપૂર્વક તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. જેમાં અહીંની એબીવીપી શાખાના કાર્યકરો દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને ચોકલેટ અને પેન આપી, તિલક કરી મીઠા મોઢા કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકરો દ્વારા અહીંની એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલ, કે.આર. ગોકાણી સ્કૂલ, આદર્શ સ્કૂલ વિગેરે સ્થળોએ પરીક્ષાર્થીઓના પેંડા ખવડાવીને મીઠાં મોં કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, હિતેન્દ્રભાઈ આચાર્ય, ઇન્દ્રજીતસિંહ પરમાર, હસમુખભાઈ ધોળકિયા, મેઘાબેન વ્યાસ, દેવ શાહ, વિગેરે જોડાયા હતા.

Tags :
Board Examgujaratgujarat newsKhambhaliya
Advertisement
Next Article
Advertisement