ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં દિવાળીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

01:10 PM Oct 16, 2025 IST | Bhumika
Advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇપણ ધર્મ વિષે અપમાનજનક પોસ્ટ કરવી નહીં, કરશે તો કડક કાર્યવાહી થશે - સિટી. ડી.વાય.એસ.પી.

Advertisement

જામનગર શહેર અને જીલ્લામાં દિવાળી ના તહેવારોને ધ્યાનમાં લઇ તા.15.10.2025, બુધવાર ના રોજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના અધ્યક્ષસ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ ની મીટીંગ યોજવામાં આવી હતી.

જેમાં આગામી દિવસમાં દિવાળી ના તહેવાર હોય, તે દરમ્યાન જામનગર શહેરમાં શાંતિ તથા ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબત ની ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવહાર જાળવવા ન ભાગ રૂૂપે શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા દ્વારા અગ્રણીઓ ને વધુ જણાવ્યું કે, તેહવારોમાં કોઇપણ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇપણ ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરવી નહીં, દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલાં પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂૂપીયા બેંકમાં લોકરમાં રાખવા કે કોઇ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવું.

ઉપરાંત ફટાકડા જાહેર રોડ પર ‘નહી’ ફોડવા અને ટ્રાફિક ની સમસ્યા ઉભી થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા. તેમજ, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા બંને સમાજ ના અગ્રણીઓને કોઇ અનિચ્છનીય બનાવ પનથ બને તે માટે સંપૂર્ણ પણે કાળજી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત દરેક સમાજ ના અગ્રણીઓને દિવાળીના તેહવારની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. જેની સામે હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા સાથ-સહકાર આપવામાં આવશે તેમ અધિકારીઓને ખાતરી આપવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠક માં નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Diwali festivalgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement