રિપેરિંગનો ખર્ચ આપો: આવાસના લાભાર્થીઓના કમિશનર બંગલે ધામા
ધરણાં પર બેસેલા લાભાર્થીઓને પોલીસ બળ પ્રયોગ કરી તાલીમ ભવન લઈ જવાતા એક મહિલા બેભાન થઈ ગયા
શહેરના નાનામૌવા મેઈન રોડ ઉપર આવેલ રાજનગર આવાસ યોજનાના જર્જરીત આવાસો ખાલી કરાવવા માટે મહાનગરપાલિકાએ ગઈકાલે આવાસના નળ અને વીજ જોડાણો કાપી નાખતા મુશ્કેલીમાં આવી ગયેલા પરિવારોએ આજે મ્યુનિસિપલ કમિશનરના બંગલે એકઠા થઈ ધરણા યોજી કોર્પોરેશન આવાસ યોજનાના રિપેરીંગનો ખર્ચ આપે તેવી રજૂઆત કરતા તંત્રએ બળ પ્રયોગ કરી તમામ લોકોને તાલીમ ભવન ખાતે ખસેડવાની કાર્યવાહી કરતા એક મહિલા બેભાન થઈ જતાં 108 બોલાવી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
રાજનગર આવાસ યોજનાના નળ અને વીજ જોડાણો કાપી નખાતા લાભાર્થીઓએ આજે મ્યુનિસિપલ કમિશનરના બંગલે ધરણા યોજી રજૂઆત કરી જણાવેલ કે, રાજનગર આવાસ યોજનમા રહેણાક ધરાવતા અમો અમો છેલ્લા 25 વર્ષીથી રહીએ છીએ. અને અમુક આવાસ ધારોકોના દસ્તાવેજ 2015 માં કરી આપેલ છે જે દસ્તાવેજની અંદર કવાટરના ફોટા પાડી આપેલ છે. તેમા આ આવાસના ફોટાની અંદર જર્જરીત બીલ્ડીંગ તેમા અંદરની છતમાં સળીયા દેખાય છે ત્યારે કેમ સર્વે કરી નોટીસ આપવાની ફરજ ન પડી. રાજકોટ માં ટી.આર.પી. ગેમ ઝોનની ઘટના બાદ તંત્રને આ આવાસ યોજના જજરીત છે તેવુ ધ્યાનમાં આવેલ છે.
ખરેખર આવાસ યોજના ભયજનક સ્થીતીમાં મુકનાર છે કોણ છે? જો આવાસ યોજનાના અમો કવાટર ધારકોએ અનેક વખત મૌખીક રજુઆત કરેલ હોવા છતા ઓમને કોઈ પ્રકારના રીપેરીંગ કે મરામત કરી આપવામા આવેલ નથી. અમો કવાટર ધારકોની માંગણી છે કે તાત્કાલીક અસરથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વપ્ન સમાન યોજના " પ્રધાનમંત્રી યોજના" મા સમાવેશ કરી તમામ કવાટર ધારકોને આ પ્રધાનમંત્રી આવાસ ની સહાય ચુકવી આપી અમારા કવાટરોને રીપેરીંગ કરાવવા મદદરૂૂપ થવા નમ્ર અરજ છે. વિશેષ હાલ ચોમાસા દરમ્યાન અમો તમામ કવાટર ધારકો સામે કોઈ અમાનવીય વ્યવહાર કરવામા આવશે તો ના છુટકે અમારે અમારા પરીવારના રક્ષણ અને જમીન માટે શૈક્ષણીક જરૂૂરીયા માટે, ધંધા રોજગાર જરૂૂરીયાત માટે આપની કચેરીમાં ધરણા કરવાની તેમજ આરણાંત ઉપવાસ અને આત્મ વીલોપન કરવાની જરુરીયાત ઉભી થાશે જેની તમામ જવાબદારી અધિકારોઓ અને પદાધીકારીઓની રહેશે તેમ જણાવી ઝડપથી કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.