For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર: HC

01:39 PM Jan 04, 2025 IST | Bhumika
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર  hc

કર્મચારીના અધિકારોનું ઉલ્લંઘન કરી શકાય નહીં, AMCના કેસમાં ચુકાદો

Advertisement

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે કર્મચારીને તેની કમાયેલી રજાની રોકડ રકમ નકારવી એ તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (અખઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ નિર્ણય આપ્યો હતો. અખઈએ એક નિવૃત્ત કર્મચારીને રજા રોકડ રકમ ચૂકવવાના લેબર કોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી.

જસ્ટિસ એમ.કે. ઠક્કરે મજૂર અદાલતના આદેશને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, લીવ એન્કેશમેન્ટ પગાર સમાન છે, જે એક મિલકત છે, અને કોઈપણ કાયદેસરની જોગવાઈ વિના વ્યક્તિને તેની મિલકતથી વંચિત રાખવી એ બંધારણની જોગવાઈનું ઉલ્લંઘન છે. જો કોઈ કર્મચારીએ રજા મેળવી હોય અને તેની કમાણી કરેલી રજાને તેના ક્રેડિટમાં જમા કરવાનું પસંદ કર્યું હોય, તો તેનું રોકડીકરણ તેનો અધિકાર બની જાય છે અને કોઈપણ કાયદાકીય સત્તાની ગેરહાજરીમાં, તે અરજદાર કોર્પોરેશન દ્વારા અધિકારનું ઉલ્લંઘન કરી શકાતું નથી.
આ કેસ સદગુનભાઈ સોલંકી સાથે સંબંધિત છે, જેઓ 1975માં ટેકનિકલ વિભાગમાં કર્મચારી તરીકે અખઈમાં જોડાયા હતા. 2013 સુધીમાં, સોલંકી જુનિયર ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા હતા, પરંતુ બઢતી માટેની વિભાગીય પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જવાને કારણે તેઓને હેલ્પરના પદ પર ઉતારી દેવામાં આવ્યા હતા. તેમણે 5 માર્ચ, 2013ના રોજ રાજીનામું આપ્યું હતું, પરંતુ અખઈએ સ્વીકૃતિ માટેની શરત તરીકે એક મહિનાની નોટિસ પીરિયડ નક્કી કરીને સાત મહિના સુધી જવાબ આપવામાં વિલંબ કર્યો હતો. કોઈ ઉકેલ ન આવતા, સોલંકી 30 એપ્રિલ, 2014ના રોજ નિવૃત્ત થયા હતા.

Advertisement

સોલંકીએ લગભગ રૂા.2.80 લાખની તેમની લીવ એનકેશમેન્ટ તરીકે માંગણી કરી, ત્યારે અખઈએ આ વિનંતી નકારી કાઢી હતી. સિવિક બોડીએ એવી દલીલ કરી હતી કે સોલંકી રાજીનામું આપ્યા પછી અનધિકૃત રજા પર હતા અને તેથી તેઓ આ લાભ માટે હકદાર નથી.

હાઈકોર્ટે અખઈની દલીલને નકારી કાઢી હતી અને કોર્પોરેશનને લેબર કોર્ટના આદેશનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદો કર્મચારીઓના તેમના કાર્યકાળ દરમિયાન ઉપાર્જિત લાભોનો દાવો કરવાના અધિકારોને મજબૂત બનાવે છે, અને ભારપૂર્વક જણાવે છે કે આવા અધિકારો બંધારણીય જોગવાઈઓ હેઠળ સુરક્ષિત છે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થાય છે કે કર્મચારીઓની કમાયેલી રજા એ તેમની મિલકત છે અને તેને રોકડમાં રૂૂપાંતરિત કરવાનો તેમનો હક છે, જેને કોઈપણ સંજોગોમાં નકારી શકાય નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement