શહેરમાં 62 સ્થળે પે એન્ડ પાકિર્ર્ંગ શરૂ કરાશે
- સમય મર્યાદા પૂર્ણ થતાં જૂના અને અનેક નવા પે એન્ડ પાર્કિંગના કામ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરાઈ
રાજકોટના સૌથી વિકટ પ્રશ્ર્ન પાર્કિંગ વ્યવસ્થા માટે મહાનગરપાલિકાએ ફરી વખત નવા અને જૂના સહિત કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. 2 સ્થળે પે એન્ડ પાર્કિંગના કોન્ટાક્ટનું ટેન્ડર કમ્પલેટ કર્યા બાદ આવતી કાલની સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે જેને મંજુરી મળ્યા બાદ શહેરમાં જૂના અને નવા સહિતના 45 સ્થળો ઉપર પે એન્ડ પાર્કિંગનો લાભ લોકોને ઉપલબ્ધ થશે.
મહાનગરપાલિકા દ્વારા આવતી કાલની સ્ટેન્ડિંગમાં પે એન્ડ પાર્કિંગને મંજુરી આપવામાં આવશે જેમાં સર્વેશ્વરચોક, ફ્લાય ઓવર નીચે, ડીમાર્ટ તરફ ગોંડલ રોડ., ત્રિકોણબાગ, અખાભગત ચોક, નાગરીક બેંક સામે, ઢેબરભાઈ રોડ કોર્નરનો પ્લોટ ભાગ (1), માધવ પાર્કિંગ કોઠારીયા ચોકડી, નીયર રીંગ રોડ., ઓપન પ્લોટઢેબર રોડ ભાગ (3) (કડવીબાઈ સ્કુલ ની સામે નો પ્લોટ), ધનરજની બિલ્ડીંગ, (ઈમ્પીરીયલ હોટેલ) થી જીલ્લા પંચાયત ચોક સુધી, બન્ને બાજુ, હોમીદસ્તુર માર્ગ બંને સાઈડ., ઓપન પ્લોટ હુડકો ક્વાટરની પાછળ., ઓપન પ્લોટ ટી.પી. 11 એફ.પી. 46 વોર્ડ નં 18 (પુરૂૂષાર્થ સોસાયટીની બાજુમાં આવેલ પ્લોટ ), સ્ટર્લીંગ હોસ્પિટલ ની બાજુમાં 150 ફૂટ રીંગ રોડ, પારડી રોડ કોમ્યુનીટી હોલની બાજુમાં વોર્ડ નં 17, ગોવર્ધન ચોક, 150 ફૂટ રીંગ રોડ. (ફોરચ્યુન હોટલ પાસે), કે.કે.વી. ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) ફ્લાઈ ઓવર નીચે ભાગ (2)., કે.કે.વી.ચોકથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બીજ નીચેનો ભાગ (5), કે.કે.વી. ચોકથી બીગ બજાર તરફનું આથમણી બાજુએ (વેસ્ટ), ફ્લાઈ ઓવર નીચે ભાગ (6)., ઇન્દિરા સર્કલ થી રૈયા ટેલીફોન તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ), બ્રીજ નીચેનો ભાગ (3), ઇન્દિરા સર્કલ થી રૈયા ટેલીફોન તરફનો આથમણી બાજુએ (વેસ્ટ), બ્રીજ નીચેનો ભાગ (4), મોચી બઝાર કોર્ટ થી પેટ્રોલ પંપ રોડ., કે.કે.વી.ચોક થી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1), તનિષ્કટાવર થી માલવીયા ચોક. (માત્ર કાર પાર્કિંગ માટે), જયુબેલીશાક માર્કેટ, રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બીજ નીચેનો ભાગ (4), રેયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1), મવડી ચોકડીથી નાનામવા ોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (3) સહિત 62 સ્થળે પે એન્ડ પાર્કિંગ શરૂ થશે.