રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિસાવદરની પેટાચૂંટણીનો માર્ગ મોકળો?

12:00 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

તાજેતરમાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. પરંતું જે બેઠક પર સૌથી પહેલા ધારાસભ્યનુ રાજીનામું પડ્યું એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની કોઈ જાહેરાત થઈ નથી ત્યારે બે દિવસથી વિસાવદરના પેટાચૂંટણી ચર્ચાન વિષય બન્યો છે. હવે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી મુદે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે હર્ષદ રીબડીયા હાઇકોર્ટમાં અરજી પરત લેશે. ગુજરાત હાઇકોર્ટમાં અરજી પેન્ડિગ હોવાને લીધે પેટાચૂંટણી જાહેર થઈ ન હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટમાં હર્ષદ રિબડિયા અરજી પરત ખેંચશે. હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. જે અરજી હાઇકોર્ટમાં પેન્ડિગ હોવાની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ન હતી. આખરે અરજી પરત ખેંચાશે તો વિસાવદરની બેઠકની પેટાચૂંટણીનો માર્ગ મોકળો થશે. આમ, એક સમયે ભૂપત ભાયાણીની જીતને પડકનાર હર્ષદ રીબડીયાએ ખુદ ભાયાણી માટે માર્ગ મોકળો કરી દીધો.

Advertisement

તો બીજી તરફ, વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર ન થતા આપમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ ચિંતામાં હતા. તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતું કે, વિસાવદર બેઠક પર નિયત સમયે ચૂંટણી થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે. કાર્યકર્તાઓ ઈચ્છે છે કે લોકસભા સાથે જ ચૂંટણી યોજાય. ચૂંટણી પંચ અને હાઇકોર્ટનું હું સન્માન કરું છું.તો બીજી તરફ, વિસાવદર વિધાનસભામાં પેટા-ચૂંટણી યોજવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર સચિવાલય ખાતે ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓએ ઇલેક્શન કમિશનની ઓફિસમાં ઇલેક્શન કમિશનરને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું હતું. જો વિસાવદરમાં પેટા-ચૂંટણી યોજવા માટે કદાચ હાઈકોર્ટ જવાની જરૂૂર પડશે તો આમ આદમી પાર્ટી દ્વારા લડત આપવામાં આવશે તેવુ પણ જણાવ્યું હતું.

 

હિમાચલમાં સુપ્રીમમાં કેસ પેન્ડિંગ છે તો પણ પેટા ચૂંટણી જાહેર થઇ, ગુજરાતમાં ભાજપ ડરે છે: ઇટાલિયા
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ ટવીેટ કરીને જણાવ્યું હતું કે, દેશમાં 400 સીટ જીતવાના નકલી દાવા કરનારા ફાંકાબાજો વિસાવદરમાં હારી જવાની બીકે પેટાચૂંટણી કરાવતા ડરે છે. વિશ્વની કહેવાતી મોટી ભાજ પાર્ટી, ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ડરી ગયેલ છે. હિમાચલમાં સુપ્રીમ કોર્ટ કેસ પેન્ડિંગ હોવા છતાય પેટાચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગુજરાતના ભાજપી અંધભક્તો ગુજરાત હાઈકોર્ટનું બહાનું કાઢીને પોતાનો હારવાનો ડર છુપાવી રહ્યા છે. વિસાવદરની જનતા ગદ્દારોને માફ કરતી નથી પણ ગદ્દારીની સજા આપે છે.

Tags :
gujaratgujarat newspolitical newsPoliticsVisavadar
Advertisement
Next Article
Advertisement