કોર્પોરેશનમાં સિટી ઇજનેરની ભરતી માટેનો માર્ગ મોકળો, 6 જગ્યા માટે મંગળવારે ઇન્ટરવ્યૂ
કુલ 7ના સેટઅપ સામે હાલ એક જ ઇજનેર કાર્યરત, 32 ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવાશે, બાકીની તારીખ હવે પછી જાહેર થશે
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેયઝોનની મોટાભાગની કામગીરી સિટી ઇજનેર હસ્ત ચલાવવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી સિટી ઇજનેરની અલગ અલગ છ જગ્યા ખાલી છે અને હાલ આખા રાજકોટ વચ્ચે એક જ કાયમી સિટી ઇજનેર ફરજ બજાવી રહ્યા છે અને ઘણા સમયથી સિટી ઇજનેરની ભરતી માટેની માંગ ઉઠેલ જેનો સ્વીકાર કરી મનપાએ અલગ અલગ કેડરના છ સિટી ઇજનેરની ભરતી માટે જાહેરાત કરી છે અને આગામી મંગળવારના ઇન્ટરવ્યુ યોજવામાં આવશે. જેના માટે ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવી છે.
મહાનગરપાલિકામાં હાલ એક સિટી ઇજનેરની કાયમી પોસ્ટ કાર્યરત છે. બાકી તમામ જગ્યાઓ ઘણા સમયથી ખાલી હોય તંત્રએ છ જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં એડીશનલ સિટી ઇજનેર-2, સિટી ઇજનેર સ્પેશીયલ-2, એડિશનલ સિટી ઇજનેર (મીકે./ઇલે.)-1, અને કાર્યપાલ ઇજનેર-1 સહિત કુલ છ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવામાં આવી છે. પાંચ જગ્યા બીન અનામત અને એબ જગ્યા અનામત કેટેગરીમાં મૂકવામાં આવી છે.
તમામ અરજી આવી ગયા બાદ મંગળવારના રોજ ઇન્ટરવ્યું યોજવામાં આવશે. ઉપરોકત કેડરની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે મનપાની વેબસાઇટ પરથી જાહેરાત અંગેની સૂચનાઓ એનેક્ષર-એ ડાઉનલોડ કરી વિગતો મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મનપામાં સેન્ટ્રોલ ઝોન ખાતે ફકત એક કાયમી સિટી ઇજનેર ફરજ બજાવી રહ્યા છે. થોડા સમયમાં અનેક સિટી ઇજનેર નિવૃત થઇ ગયા અથવા રાજીનામા આપી દેતા કુલ 7નુ સેટઅપ હતું તેની જગ્યાએ ફકત એક જગ્યા કાર્યરત હોય ખાલી પડેલ એડિશનલ સિટી ઇજનેર તથા સિટી સ્પે. અને એડિશનલ સિટી ઇજનેર મીકે./ઇલે. અને કાર્યપાલ ઇજનેરની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા તેમજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ત્યારબાદ ઉતીણ ઉમેદવારને પોસ્ટીંગ આપવામાં આવશે.