For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના

12:29 PM Apr 23, 2025 IST | Bhumika
ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો  રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના

Advertisement

30 જૂન 2025 સુધીમાં સાતેક હજાર ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થાય છે

ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. હવે અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો છે.તમામ જિલ્લા કલેકટરને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયાં છે. આગામી સમયમાં ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

Advertisement

ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગે અગાઉ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી ચૂંટણી માટે એલર્ટ થઈ જવા સૂચના આપી હતી. અધિકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે 30 જૂન 2025 સુધી જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે તેવી સાતેક હજાર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement